ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ એજબેસ્ટનમાં રમાઈ રહી છે. સીરિઝની પ્રથમ 2 મેચની જેમ ત્રીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનો દબદબો જોવા મળી રહ્યો છે. બીજા દિવસની રમત વરસાદના કારણે વહેલી સમાપ્ત થઈ ત્યારે પાકિસ્તાનની ટીમે પોતાની બીજી ઇનિંગમાં 52 રન સુધીમાં 2 વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ પાસે પ્રથમ ઇનિંગના આધારે હજુ 268 રનની લીડ હતી.આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડિંગ સાથે જોડાયેલો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રૂટે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી છે.

અબ્દુલ્લા શફીકનો કેચ લઈને રચ્યો ઈતિહાસ

એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 453 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.ત્યારબાદ પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર સેમ અયૂબ પ્રથમ જ બોલ પર ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની ઇનિંગની પ્રથમ ઓવરના ચોથા બોલ પર અબ્દુલ્લા શફીક પણ આઉટ થયો હતો.અબ્દુલ્લા શફીકનો કેચ સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા જો રૂટે શાનદાર રીતે પકડ્યો હતો. આ કેચ સાથે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા.

ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનારા ફિલ્ડર


Joe Root record

બેટિંગમાં રૂટનું પ્રદર્શન સામાન્ય રહ્યું

જો રૂટ છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ દ્વારા સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જોકે પાકિસ્તાન સામે ચાલી રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં તેમનું બેટ હજુ સુધી ખાસ ચાલી શક્યું નથી.એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રૂટ માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ શ્રેણીમાં અત્યાર સુધી તેઓ માત્ર એક અર્ધસદી ફટકારી શક્યા છે.બેટિંગમાં મોટું યોગદાન આપવામાં ભલે રૂટ સફળ રહ્યા ન હોય, પરંતુ એજબેસ્ટન ટેસ્ટમાં એક શાનદાર કેચ પકડીને તેમણે ટેસ્ટ ક્રિકેટના ફિલ્ડિંગ રેકોર્ડમાં પોતાનું નામ સૌથી ઉપર લખાવી દીધું છે.

આ પણ વાંચો - Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ