ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20I માં કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ 202 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહી. 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સારી શરૂઆત કરી અને બે છગ્ગા ફટકાર્યા.
પરંતુ વૈભવ સૂર્યવંશી પોતાની ઈનિંગ લંબાવી શક્યો નહીં અને જોફ્રા આર્ચર દ્વારા આઉટ થયો. હવે જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશી વિશે મોટું નિવેદન આપ્યું છે અને આગામી મેચો માટે ચેતવણી પણ આપી છે.
વૈભવ અને જોફ્રા વચ્ચે જોરદાર ટક્કર
જોફ્રા આર્ચર અને વૈભવ સૂર્યવંશી T20I સિરીઝમાં એકબીજાની સામે ટક્કર થઈ રહી છે. બીજી T20Iમાં વૈભવે જોફ્રાને જોરદાર સિક્સ ફટકારી, અને ત્રીજી મેચમાં તેને બોલને બાઉન્ડ્રીની ઉપર પણ મોકલી દીધો. પરંતુ જોફ્રા આર્ચરે વૈભવને બાઉન્સરથી આઉટ કર્યો, જેનાથી તેની ઈનિંગ 13 રનની થઈ ગઈ.
વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા પછી જોફ્રાએ શું કહ્યું?
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જોફ્રા આર્ચરને વૈભવ સૂર્યવંશીને આઉટ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જોફ્રાએ સ્પષ્ટ કર્યું કે વૈભવને આઉટ કરીને તેને 2 છગ્ગાનો બદલો લીધો હતો. તેને કહ્યું કે "મને લાગે છે કે હવે સ્કોર સેટલ થઈ ગયો છે."
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હજુ બે T20I મેચ બાકી છે. જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશીને ચેતવણી આપી અને સ્પષ્ટ કર્યું કે જે પણ સારું રમશે તે આ ટુર્નામેન્ટ જીતશે. તેને કહ્યું કે "હજુ પણ બે મેચ બાકી છે અને પરિસ્થિતિ કોઈપણ દિશામાં જઈ શકે છે. જે પણ સારું રમશે તે જીતશે."
ઈંગ્લેન્ડની જીત પર જોફ્રા આર્ચરે શું કહ્યું?
જોફ્રા આર્ચરે ઈંગ્લેન્ડની જીત વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેને કહ્યું કે "ક્યારેક તમારે તમારા ઉત્સાહને નિયંત્રિત કરવો પડે છે. અમે આજે તે કર્યું, અને પરિણામ અમારા પક્ષમાં ગયું."
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી T20I મેચ 9 જુલાઈના રોજ રમાશે. બંને ટીમો બ્રિસ્ટોલમાં એકબીજા સામે ટકરાશે. ઈંગ્લેન્ડ સિરીઝમાં 2-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા હવે જીત સાથે પોતાનું ખાતું ખોલવા માટે પ્રયત્ન કરશે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?