ઈંગ્લેન્ડનો દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને આ સંદર્ભમાં કાયરન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. બટલરે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં વેલ્શ ફાયર સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
જોસ બટલર આ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. નિયમિત કેપ્ટન એડન માર્કરામ સિઝનના મધ્યમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે, અને તેમના ખસી ગયા પછી જોસ બટલરને ટીમની કમાન સોંપવામાં આવી છે.
જોસ બટલરે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો
5 ઓગસ્ટના રોજ ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ અને વેલ્શ ફાયર વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચ પહેલા જોસ બટલરને કાયરન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે 22 રનની જરૂર હતી. તેને સિક્સર ફટકારીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. જોસ બટલરે અત્યાર સુધીમાં 522 T20 મેચમાં 14,833 રન બનાવ્યા છે. તે હવે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કાયરન પોલાર્ડ આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેને 746 મેચમાં 14,803 રન બનાવ્યા છે.
ટોપ 5 રન બનાવનારા ખેલાડીઓ
T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં ક્રિસ ગેઈલ ત્રીજા નંબરે છે. ક્રિસ ગેઈલે 463 મેચમાં 14,562 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ આ લિસ્ટમાં ચોથા નંબરે છે, તેને 528 મેચમાં 14,449 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર પાંચમા નંબરે છે, જેને 528 T20 મેચમાં 14,284 રન બનાવ્યા છે.
માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમ જીતી
વેલ્શ ફાયર અને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો જોસ બટલરની કેપ્ટનશીપમાં માન્ચેસ્ટરે આ મેચ 9 વિકેટથી જીતી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેલ્શ ફાયરે 100 બોલમાં 4 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જવાબમાં, માન્ચેસ્ટરની ટીમે 69 બોલમાં 161 રન બનાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યું હતું અને મેચ જીતી લીધી હતી.
આ મેચમાં માન્ચેસ્ટર માટે ટિમ સાઈફર્ટે 36 બોલમાં 60 રન બનાવ્યા હતા. જોસ બટલરે 20 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 51 રનની ઈનિંગ રમી હતી. સાઈફર્ટ અને બટલર બંને અણનમ રહ્યા હતા.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન