ન્યુઝીલેન્ડની ટીમ 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી છે, જેની પહેલી મેચ 4 જૂનથી લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં કિવી ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


આ મેચમાં ટોસ સાથે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે પહેલા કોઈ અન્ય સ્થળએ હાંસલ કરી ન હતી. સૌથી વધુ ટેસ્ટ મેચનું આયોજન કરવાના સંદર્ભમાં લોર્ડ્સ પહેલાથી જ નંબર વન સ્થાન ધરાવે છે અને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ આ મેદાન પર 150મી ટેસ્ટ મેચ છે.

લોર્ડ્સમાં 1884માં રમાઈ હતી પહેલી ટેસ્ટ મેચ

ઈંગ્લેન્ડના લોર્ડ્સ સ્ટેડિયમને વિશ્વના સૌથી ઐતિહાસિક ક્રિકેટ મેદાનોમાંનું એક ગણવામાં આવે છે, જ્યાં 1884માં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારથી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરતી મોટાભાગની ટીમોએ લોર્ડ્સમાં ઓછામાં ઓછી એક મેચ રમી છે.

આ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજા સીઝનની ટાઈટલ મેચ સહિત અનેક મોટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચનું આયોજન કર્યું છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચને બાદ કરતાં ત્યાં પહેલા રમાયેલી 149 ટેસ્ટ મેચોમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમ 54 વખત જીતી છે, જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમ 44 વખત જીતી છે. વધુમાં 51 મેચ ડ્રો રહી છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બીજા નંબરે છે

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌથી વધુ ટેસ્ટ મેચોનું આયોજન કરવામાં ટોપનું સ્થાન ધરાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બીજા સ્થાને છે. MCG પર કુલ 118 ટેસ્ટ મેચ રમાઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનું સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ 114 સાથે ત્રીજા નંબરે છે. કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ભારતમાં સૌથી વધુ ક્રમાંકિત મેદાન છે, જેને 43 ટેસ્ટ મેચનું આયોજન કર્યું છે.

સૌથી વધુ ટેસ્ટ મેચનું આયોજન કરનારા મેદાનો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (ઈંગ્લેન્ડ) – 150 ટેસ્ટ મેચ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા) – 118 ટેસ્ટ મેચ

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા) – 114 ટેસ્ટ મેચ

કેનિંગ્ટન ઓવલ (ઈંગ્લેન્ડ) – 108 ટેસ્ટ મેચ

ઓલ્ડ ટ્રેફોર્ડ (ઈંગ્લેન્ડ) – 86 ટેસ્ટ મેચ

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા


  • Follow us on: