ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં 21 વર્ષના યુવા ઝડપી બોલર માહલી બિયર્ડમેને પોતાની બોલિંગથી ધમાલ મચાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય વનડેમાં ડેબ્યૂ કરી રહેલા આ યુવા બોલરે પોતાની પહેલી જ મેચમાં 5 વિકેટ ઝડપીને સૌને ચોંકાવી દીધા છે. તેની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનો પણ ટકી શક્યા નહોતા. ખાસ વાત એ છે કે તેણે માત્ર 28 બોલમાં પોતાની 5 વિકેટ પૂરી કરી હતી.

28 બોલમાં 5 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ

માત્ર 21 વર્ષની ઉંમરે માહલી બિયર્ડમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે એક પછી એક વિકેટ લઈને વિરોધી ટીમની બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. બિયર્ડમેને જો રૂટ, હેરી બ્રૂક, જોર્ડન કોક્સ, સેમ કરન અને લિયામ ડોસન જેવા મહત્ત્વના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.આ સાથે જ તે ઓસ્ટ્રેલિયા માટે વનડે ડેબ્યૂમાં 5 વિકેટ ઝડપનાર બીજો બોલર બન્યો છે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં પણ તેણે પોતાનું નામ નોંધાવ્યું છે.

https://x.com/ICC/status/2121114508710306199?s=20


જો રૂટ અને હેરી બ્રૂક પણ ન ટકી શક્યા

બિયર્ડમેનની બોલિંગની સૌથી ખાસ વાત એ રહી કે તેણે ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેનોને પણ પોતાની સામે ટકવા દીધા નહોતા.

  • જો રૂટ
  • હેરી બ્રૂક
  • જોર્ડન કોક્સ
  • સેમ કરન
  • લિયામ ડોસન

માઇકલ હસીએ આપી ડેબ્યૂ કેપ

માહલી બિયર્ડમેન માટે આ દિવસ વધુ ખાસ બની ગયો હતો, કારણ કે તેને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન માઇકલ હસીના હાથે વનડે ડેબ્યૂ કેપ મળી હતી.પર્થમાં જન્મેલા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા આ યુવા ખેલાડી માટે પોતાના ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવું ખાસ ક્ષણ હતી.ટોસ સમયે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે પણ બિયર્ડમેનના ડેબ્યૂ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી માટે ડેબ્યૂ કરવા પર્થ કરતાં વધુ સારી જગ્યા કદાચ ન હોય.

આ પણ વાંચો - Will Young Century : બે જીવનદાન મળતાં જ વિલ યંગનો કહેર! માત્ર આટલા બોલમાં ફટકારી સદી