ILT20ની આગામી સિઝન પહેલાં MI Emiratesએ પોતાની ટીમની કમાન દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિકેટકીપર-બેટર અને અનુભવી કોચ માર્ક બાઉચરને સોંપી છે. બાઉચરને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે MI Emirates દુબઈમાં યોજાનારા ILT20ના 5મા સિઝનના ઓક્શનની તૈયારીઓ કરી રહી છે.માર્ક બાઉચરનો ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં લાંબો અનુભવ છે અને તેઓ અગાઉ પણ MI પરિવાર સાથે જોડાઈ ચૂક્યા છે. હવે તેમની સામે MI Emiratesને ફરી ILT20 ચેમ્પિયન બનાવવાની જવાબદારી રહેશે.
રોબિન સિંહનું સ્થાન લેશે
માર્ક બાઉચર પૂર્વ ભારતીય બેટર રોબિન સિંહનું સ્થાન લેશે. રોબિન સિંહની કોચિંગ હેઠળ MI Emiratesએ 2024માં ILT20નું ટાઇટલ જીત્યું હતું. ટીમે ગયા સિઝનમાં પણ ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તેને રનર્સ-અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો.MI ફ્રેન્ચાઇઝી સાથે બાઉચરની આ પ્રથમ જવાબદારી નથી. તેઓ અગાઉ IPLમાં Mumbai Indiansના હેડ કોચ રહી ચૂક્યા છે.બાઉચરે 2023 અને 2024ની સિઝનમાં મુંબઈની કોચિંગ જવાબદારી સંભાળી હતી.2023માં તેમની દેખરેખ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, 2024ની 10 ટીમોની IPL સિઝનમાં ટીમ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.ત્યાર બાદ બાઉચરે MI New Yorkની જવાબદારી સંભાળી હતી. તેમની કોચિંગ હેઠળ MI New Yorkએ 2025માં Major League Cricketનું ટાઇટલ જીત્યું હતું. હવે બાઉચરની સામે MI Emiratesને ILT20માં ફરી ચેમ્પિયન બનાવવાનો પડકાર રહેશે.
