IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં રમતા જોવા મળશે? આગામી સિઝન માટે ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની આજે છેલ્લી તારીખ છે. તમામ 10 ટીમોએ 17 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં પોતાના રિટેન કરેલા ખેલાડીઓનાં નામ જાહેર કરવાનાં છે. આવી સ્થિતિમાં ધોનીને લઈને પણ મોટો નિર્ણય થઈ શકે છે. 45 વર્ષની ઉંમરે પહોંચેલા ધોનીની ફિટનેસ અને IPL 2027માં રમવાની શક્યતાને લઈને ચાહકોમાં ઉત્સુકતા છે.

શું IPL 2027માં રમશે એમએસ ધોની?

એમએસ ધોનીએ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, ત્યારથી તે સતત IPLમાં રમતો આવ્યો છે. ધોનીના ચાહકો દર વર્ષે તેને ચેન્નાઈ સુપર કિંગ્સની પીળી જર્સીમાં જોવા માટે આતુર રહે છે.પરંતુ IPL 2026 પહેલાં ધોનીને પગની પિંડીમાં ઈજા થઈ હતી. આ ઈજામાંથી સમયસર સાજા ન થઈ શકવાના કારણે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. ધોની મેદાનમાં જોવા નહીં મળતાં તેના ચાહકો નિરાશ થયા હતા.ધોની અગાઉ કહી ચૂક્યો છે કે તે પોતાની ક્રિકેટ કારકિર્દીનો અંત ચેન્નાઈમાં જ લાવવા ઇચ્છે છે. તેથી ચાહકોની ઇચ્છા છે કે તે ઓછામાં ઓછી એક સિઝન વધુ રમે અને ચેન્નાઈના મેદાન પર પોતાની છેલ્લી મેચ રમે.

https://x.com/ImTanujSingh/status/2122374581520564358?a=Urf2x7ff3Gh1ns9KJVw&s=20


ધોનીએ IPL 2027 રમવા અંગે શું કહ્યું?

તાજેતરમાં એક હેલ્થકેર કાર્યક્રમ દરમિયાન ધોનીને IPL 2027માં રમવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેનો નિર્ણય ડોક્ટરોની સલાહ અને મેડિકલ તપાસ પર આધારિત રહેશે.ધોનીએ જણાવ્યું હતું કે તે જરૂરી ચેકઅપ અને સ્કેન કરાવશે. ત્યારબાદ જ નક્કી કરશે કે તે આગામી IPL સિઝનમાં રમવા માટે સક્ષમ છે કે નહીં.આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ધોનીના IPL ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય હજુ બાકી છે. હવે તમામની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના રિટેન્શન નિર્ણય પર છે.

ધોનીને રિલીઝ કરે તો CSKને મળશે 4 કરોડ રૂપિયા

એમએસ ધોની હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 4 કરોડ રૂપિયાના પગાર પર રમે છે. જો તે આગામી સિઝન માટે ઉપલબ્ધ ન હોય તો CSK તેને રિલીઝ કરીને 4 કરોડ રૂપિયાની રકમ બચાવી શકે છે.ચેન્નાઈ આ રકમનો ઉપયોગ આગામી હરાજીમાં પોતાની ટીમને મજબૂત બનાવવા માટે કરી શકે છે. ખાસ કરીને ટીમને બોલિંગ વિભાગમાં નવા ખેલાડીઓ સામેલ કરવાની તક મળી શકે છે.જોકે, જો ધોની IPL 2027માં રમવા માટે તૈયાર હશે તો ચેન્નાઈ તેને પોતાની સાથે જાળવી રાખે તેવી શક્યતા છે. ધોનીનો અનુભવ અને ટીમ સાથેનો તેનો લાંબો સંબંધ CSK માટે મહત્ત્વ ધરાવે છે.

https://x.com/ChennaiIPL/status/2121994141173243940?a=PioaqWBN0KO_GW8MLdc&s=20


CSKના CEOએ ધોની અંગે શું કહ્યું?

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને પણ ધોનીના ભવિષ્ય અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ધોનીને વધુ એક સિઝન માટે ટીમમાં જોવા ઇચ્છે છે.જોકે, તેમણે અંતિમ નિર્ણય ધોની પર જ છોડ્યો છે. એટલે કે ધોની રમવા માટે તૈયાર હશે તો ટીમ તેને જાળવી રાખવા ઇચ્છે છે.હવે જોવાનું એ રહેશે કે આજે જાહેર થનારી રિટેન્શન લિસ્ટમાં ધોનીનું નામ સામેલ થાય છે કે નહીં. જો તેને રિટેન કરવામાં આવશે તો ચાહકોને વધુ એક વખત પીળી જર્સીમાં માહીનો જાદુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો- Litton Das Celebration : ક્રિકેટના મેદાન પર પિતાનો પ્રેમ! સદી ફટકાર્યા બાદ લિટન દાસે દીકરીને આપી સરપ્રાઇઝ