ભારતીય મહિલા ટીમ 12 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે 3 મેચની દ્વિપક્ષીય T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પહેલી મેચ 28 મેના રોજ ચેમ્સફોર્ડના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે, જેમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સિરીઝની આ પહેલી મેચમાં સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌરની જગ્યાએ ભારતીય મહિલા ટીમની કેપ્ટનશીપ સંભાળી રહી છે. જ્યારે 24 વર્ષના યુવા ખેલાડી નંદિની શર્માને આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.
નંદિની શર્માએ કર્યું ડેબ્યૂ
2026ની મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર નંદિની શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 17 વિકેટ લીધી હતી. આ પ્રભાવશાળી પ્રદર્શનનું ફળ 2026ના T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સીધો સમાવેશ થવાથી મળ્યું હતું, અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં તેનું પ્રદર્શન સૌથી નજીકથી જોવામાં આવશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં નંદિની શર્માની આ પહેલી મેચ છે. તેણે 10 T20 મેચ રમી છે, જેમાં 18.58ની એવરેજથી 17 વિકેટ લીધી છે. નંદિની શર્મા ચંદીગઢ ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે.
આ કારણે બહાર છે હરમનપ્રીત કૌર
જ્યારે ઈંગ્લેન્ડની ટીમ આ 3 મેચની T20 સિરીઝ તેમના નિયમિત કેપ્ટન નેટ સાયવર બ્રન્ટ વિના રમી રહી છે, જે ઈજાને કારણે બહાર છે. ચાર્લી ડીન તેમના સ્થાને કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. ભારતીય મહિલા ટીમ પણ પ્રથમ T20 મેચમાં હરમનપ્રીત કૌર વિના રમી હતી. BCCI મહિલા ટીમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપ સંભાળી રહી છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20I મેચની પ્લેઈંગ ઈલેવન
ભારતીય મહિલા ટીમ - સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌર, નંદિની શર્મા, શ્રી ચરાણી.
ઈંગ્લેન્ડ મહિલા ટીમ: સોફિયા ડંકલી, એલિસ કેપ્સી, એમી જોન્સ (વિકેટકીપર), હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેનિયલ ગિબ્સન, ચાર્લેટ ડીન (કેપ્ટન), ઈઝી વોંગ, સોફી એક્લેસ્ટોન, લોરેન બેલ, ટિલી કોર્ટને-કોલમેન.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?