આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરિંગને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે વધુ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ઓલ-ફોર્મેટ (T20, વનડે અને ટેસ્ટ) સિરીઝ દરમિયાન ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) માં એક નવી હાઇ-ટેક ટેકનોલોજી ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેનું નામ છે 'સોનિક' (Sonic Edge-Detection Technology).

શું છે આ 'સોનિક' ટેકનોલોજી અને કેવી રીતે કરશે કામ? 

અત્યાર સુધી ક્રિકેટમાં બેટ અને બોલના સંપર્કને માપવા માટે 'સ્નિકોમીટર' (Snicker/UltraEdge) નો ઉપયોગ થતો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની જાણીતી કંપની 'વર્ચ્યુઅલ આઈ' દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી સોનિક ટેકનોલોજી એડવાન્સ ઓડિયો એનાલિસિસ પ્રોસેસિંગ પર કામ કરે છે. તે અતિ-સૂક્ષ્મ અવાજોને પણ ચોક્કસાઈથી કેચ કરીને થર્ડ અમ્પાયરને સેકન્ડોમાં સ્પષ્ટ ચિત્ર આપી દેશે. આ ટેકનોલોજીની મદદથી બેટ અને બોલ વચ્ચેનો મામૂલી સંપર્ક પણ પકડાઈ જશે, જેનાથી થર્ડ અમ્પાયર માટે આઉટ કે નોટ-આઉટનો નિર્ણય લેવો ખૂબ જ સરળ અને સચોટ બની રહેશે.

ICC અને BCCI ની લીલી ઝંડી

આ ટેકનોલોજીને સીધી મેચમાં લાવવામાં આવી નથી. ICC અને BCCIની દેખરેખ હેઠળ તેનું લાંબા સમય સુધી સખત ટેસ્ટિંગ અને લેબ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તમામ માપદંડો પર સફળ રહ્યા બાદ ICC એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મહત્ત્વપૂર્ણ સિરીઝ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડએ પણ આ નિર્ણય અંગે આનંદ વ્યક્ત કર્યો છે.

સમગ્ર સિરીઝ દરમિયાન જોવા મળશે 'સોનિક' નો જાદુ

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 5 મેચોની T20I સિરીઝથી શરૂ થઈ રહ્યો છે. તે પછી 5 વનડે અને અંતમાં 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ ત્રણેય ફોર્મેટમાં સોનિક ટેકનોલોજીનો જ ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી વર્ચ્યુઅલ આઈ માત્ર 'બોલ ટ્રેકિંગ' ની સુવિધા આપતી હતી, પરંતુ હવે તે 'સોનિક' ના માધ્યમથી બોલ ટ્રેકિંગની સાથે-સાથે એજ-ડિટેક્શન (ઓડિયો ચેક) નું પણ આખું DRS પેકેજ પૂરું પાડશે.

આ પણ વાંચો: Megan Schutt: ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો ધડાકો! સ્ટાર મહિલા બોલર પર લાગ્યો પ્રતિબંધ, જાતે જ માંગી માફી