ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 160 રનથી જીતી લીધી હતી અને સિરીઝ 2-1થી જીતવામાં સફળ રહી હતી.હવે ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ મેચની વનડે સીરિઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાની છે.જેની પહેલી મેચ 12 જુલાઈથી શરૂ થશે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટે આ સીરિઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.જેમાં 26 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરને પહેલી વાર સ્થાન મળ્યું છે.જેણે અગાઉ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.
જેકબ ડફીની ટીમમાં વાપસી
વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચની ODI સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમમાં પ્રથમ વખત સામેલ કરાયેલા 26 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરનો 2025માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ થયો હતો, ત્યારબાદ આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ સામે T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ થયું હતું. ફિશરનો લિસ્ટ A રેકોર્ડ દર્શાવે છે કે તેણે 25 મેચોમાં 43 વિકેટ લીધી છે,જેની સરેરાશ 26 છે. કિવી ટીમમાં વાપસી કરનાર જેકબ ડફી છેલ્લે 2026ના T20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. ડફી IPL 2026 ચેમ્પિયન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ રમ્યો હતો, પરંતુ તેના પહેલા બાળકના જન્મને કારણે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ ગુમાવી શક્યો હતો. કિવી ટીમની વાત કરીએ તો, મિશેલ સેન્ટનર કેપ્ટન રહેશે, જ્યારે ડેરિલ મિશેલ, ટોમ લેથમ અને માઈકલ બ્રેસવેલનો પણ સમાવેશ થાય છે.
