ભારતીય રમતના ઇતિહાસમાં એશિયન ગેમ્સ 2026 એક સુવર્ણ પ્રકરણ તરીકે નોંધાઈ ગયું છે. દિલ્હીના પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિજેતા એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ જ્યારે 15 થી 17 વર્ષની વયના યુવા ખેલાડીઓની પ્રશંસા કરી, ત્યારે સ્ટેજ પર હાજર ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા વૈભવ સૂર્યવંશીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.

PM મોદીએ યુવા ખેલાડીઓ વિશે શું કહ્યું?

15 ઓક્ટોબરે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને 15થી 17 વર્ષની ઉંમરના ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં આટલી નાની ઉંમરના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશવાસીઓનાં દિલ જીત્યાં છે અને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું કે સફળતા મેળવવા માટે ઉંમર કોઈ બંધન નથી અને નાની ઉંમરે શરૂઆત કરવાથી વધારાનો ફાયદો મળે છે.તેમણે એમ પણ જણાવ્યું કે ખેલાડીઓની પ્રતિભાને નાની ઉંમરે ઓળખવી અને તેમને યોગ્ય તાલીમ આપવી જરૂરી છે. આ નિવેદન દરમિયાન વૈભવ સૂર્યવંશીનો પ્રતિભાવ પણ ચર્ચામાં રહ્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારત માટે જીત્યો હતો ગોલ્ડ મેડલ

વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો ભાગ હતો. નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવનાર વૈભવે આક્રમક બેટિંગથી ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.તેમની રમત અને પ્રતિભાને કારણે તેઓ ભારતીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યા છે. એશિયન ગેમ્સમાં ભારતની સફળતા બાદ ખેલાડીઓના સન્માન સમારોહમાં વડાપ્રધાન મોદીએ યુવા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. જોકે, તેમણે પોતાના નિવેદનમાં વૈભવનું નામ લીધું નહોતું.

https://x.com/cricsam02/status/2110737900686246342?s=20

2028, 2030 અને 2036ની રમતગમતની તૈયારીઓ પર ભાર

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારતની આગામી રમતગમતની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક્સ, 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સનું આયોજન કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષા વિશે વાત કરી હતી.તેમણે જણાવ્યું કે 5થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખીને તેને વિકસાવવા પર ધ્યાન આપવું જરૂરી છે. ખેલો ઇન્ડિયા અને ઇમર્જિંગ ખેલો ઇન્ડિયા જેવી પહેલ દ્વારા નવા ખેલાડીઓને આગળ વધવાની તક મળી શકે છે.વડાપ્રધાન મોદીએ ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. એશિયન ગેમ્સમાં ભારતના ચંદ્રક અભિયાનમાં મહિલા ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સિરીઝમાં વૈભવને તકની રાહ

હાલમાં વૈભવ સૂર્યવંશી વેસ્ટ ઇન્ડીઝ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે છે. જોકે, અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રથમ 4 મેચમાં તેમને રમવાની તક મળી નહોતી.હવે ક્રિકેટ ચાહકોની નજર આગામી મેચોમાં વૈભવને તક મળે છે કે નહીં તેના પર રહેશે. નાની ઉંમરે ક્રિકેટમાં ઓળખ બનાવનાર આ યુવા ખેલાડી માટે ભારતીય ટીમમાં મળતી દરેક તક પોતાની પ્રતિભા દર્શાવવાની મહત્ત્વપૂર્ણ તક બની શકે છે.

આ પણ વાંચો - Delhi Capitalsને મોટો ઝટકો! IPL 2027 નહીં રમે મિચેલ સ્ટાર્ક?