ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડે વૈભવ સૂર્યવંશીના ભવિષ્ય અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડે કહ્યું કે તે ખુશ છે કે વ્હાઈટ બોલના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા પછી વૈભવ હવે રેડ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
રાહુલ દ્રવિડ માને છે કે આ યુવા ખેલાડીનું લાંબા અને સફળ કરિયર માટે રેડ બોલ અને વ્હાઈટ બોલના ક્રિકેટ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. IPL 2026 માં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ વૈભવને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો. તેને ઈંગ્લેન્ડમાં T20I માં ડેબ્યૂ કર્યું. તે હવે દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન માટે રમશે, એક ટુર્નામેન્ટ જેના માટે વૈભવ સખત તૈયારી કરી રહ્યો છે .
રાહુલ દ્રવિડે વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું?
"મને લાગે છે કે તમારે હંમેશા સંતુલન જાળવવું પડશે," રાહુલ દ્રવિડે મીડિયાને કહ્યું કે "એ ખૂબ સારી વાત છે કે વૈભવને IPL દ્વારા ભારતમાં T20 અને ODI (વ્હાઈટ-બોલ) ક્રિકેટ રમવાનો અનુભવ મળી રહ્યો છે, પરંતુ તેની પાસે ભારતીય ઘરેલુ ક્રિકેટમાં ટેસ્ટ મેચ રમવા અને તેની રેડ-બોલ કરિયરને આગળ વધારવા માટે પુષ્કળ સમય પણ છે." રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે "આપણે બધા ઈચ્છીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટ ટકી રહે અને ખીલે. આપણને વૈભવ જેવા ખેલાડીઓની જરૂર છે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમી શકે."
મને લાગે છે કે આપણે વૈભવને થોડો સમય આપવો પડશે - રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે IPL 2025 દરમિયાન વૈભવ સૂર્યવંશી સાથે કામ કર્યું હતું. રાહુલ દ્રવિડ માને છે કે લાંબા સમય સુધી સતત રેડ-બોલ ક્રિકેટ રમવું એ યુવા ખેલાડી માટે ખૂબ ફાયદાકારક રહેશે. તેને અત્યાર સુધી આ ફોર્મેટમાં રમવાની વધુ તક મળી નથી.
રાહુલ દ્રવિડે કહ્યું કે સારી વાત એ છે કે વૈભવને થોડો સમય લાગશે અને તેને થોડો અનુભવની જરૂર પડશે. તેને ઘણી બધી રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટ રમવાની તક મળશે. કદાચ તેને વ્હાઈટ-બોલ ક્રિકેટ રમી છે તેટલી રેડ-બોલ ક્રિકેટ નહીં રમી હોય.
ભૂતપૂર્વ ભારતીય મહાન ખેલાડીએ વધુમાં કહ્યું કે "તે ફક્ત 15 વર્ષનો છે, અને મને લાગે છે કે આપણે તેને થોડો સમય આપવાની અને તેની સાથે ધીરજ રાખવાની જરૂર છે. સ્વાભાવિક છે કે, તેણે શરૂઆતમાં જ આટલી મોટી સફળતા મેળવી છે, પરંતુ તેના કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે, તેથી લોકોએ તેની સાથે ધીરજ રાખવાની જરૂર છે."
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન