રણજી ટ્રોફી 2026-27ની શરૂઆત 11 ઓક્ટોબરથી થવાની છે અને ટુર્નામેન્ટ માટે ટીમોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. સોમવાર, 5 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે ટીમની કમાન 34 વર્ષના સિદ્ધેશ લાડને સોંપવામાં આવી છે, જ્યારે ભારતને અંડર-19 વર્લ્ડ કપમાં વિજય અપાવનાર કેપ્ટન આયુષ મ્હાત્રેને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.મુંબઈની ટીમમાં યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન જેવા બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે સૌથી મોટી ચર્ચા સૂર્યકુમાર યાદવને લઈને છે. સૂર્યકુમારે રેડ બોલ ક્રિકેટમાં રમવાની પોતાની ઉપલબ્ધતા દર્શાવી હોવા છતાં તેમને મુંબઈની રણજી ટીમમાં સ્થાન મળ્યું નથી.
સૂર્યકુમાર યાદવના પસંદગી અંગે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમ માટે રણજી ટ્રોફીમાં રમવા ઈચ્છતા હતા. તેમ છતાં પસંદગીકારોએ તેમને ટીમમાં સામેલ કર્યા નથી. મુંબઈના મુખ્ય પસંદગીકારે આ નિર્ણય પાછળ યુવા ખેલાડીઓને વધુ તક આપવાની નીતિ હોવાનું જણાવ્યું છે.પસંદગીકારે સ્પષ્ટ કર્યું કે સૂર્યકુમાર યાદવ હજુ પણ ભવિષ્યની યોજનાનો ભાગ છે. જોકે તેમણે છેલ્લા લગભગ દોઢ વર્ષથી રેડ બોલ ક્રિકેટ રમી નથી. તેથી પસંદગીકારોના મતે તેમણે પહેલા કેટલીક રેડ બોલ મેચ રમીને પોતાની દાવેદારી સાબિત કરવી પડશે.આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે મુંબઈની ટીમ મેનેજમેન્ટ હાલ યુવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે.
https://x.com/Inspirexo/status/2107161632044707854?s=20
સિદ્ધેશ લાડને ટીમની કમાન
મુંબઈની ટીમની કેપ્ટનશિપ સિદ્ધેશ લાડને સોંપવામાં આવી છે. 34 વર્ષના લાડના અનુભવનો લાભ ટીમને મળી શકે છે. બીજી તરફ આયુષ મ્હાત્રેને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.આયુષ મ્હાત્રે યુવા ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપ અને બેટિંગથી ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે. હવે રણજી ટ્રોફીમાં તેમની પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
યશસ્વી જયસ્વાલ રણજીમાં રમશે
યશસ્વી જયસ્વાલ તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ હતા, પરંતુ તેમને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી.જયસ્વાલ ભારતીય ટેસ્ટ ટીમના મહત્વના ખેલાડી છે. જોકે આગામી એક મહિના દરમિયાન ભારતની કોઈ ટેસ્ટ મેચ નથી. ભારતીય ટીમ 6 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડીઝ સામે T20I શ્રેણી રમશે અને ત્યારબાદ 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં 5 મેચની T20I શ્રેણી રમાવાની છે.આ કારણે આગામી કેટલાક દિવસોમાં જયસ્વાલ પાસે આંતરરાષ્ટ્રીય મેચો ઓછી હોવાથી તેઓ રણજી ટ્રોફીમાં મુંબઈ માટે ઉપલબ્ધ રહેશે. મુંબઈએ પણ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
રણજી ટ્રોફી માટે મુંબઈની સંપૂર્ણ સ્ક્વોડ
સિદ્ધેશ લાડ કેપ્ટન, યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે ઉપકપ્તાન, દિવ્યાંશ સક્સેના, મુશીર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ વિકેટકીપર, હાર્દિક તમોરે વિકેટકીપર, શમ્સ મુલાની, તનુષ કોટિયાન, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડીસૂઝા અને ઓમકાર તારમાળે.
આ પણ વાંચો - IND vs WI 1st T20I : વૈભવ સૂર્યવંશી OUT, સંજુને મળશે તક! આવી હશે ભારતની સંભવિત પ્લેઇંગ 11