રણજી ટ્રોફીની નવી સિઝનની શરૂઆત સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના બે ઓપનર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પોતાની રાજ્યની ટીમ તરફથી રમતાં બંને બેટ્સમેન પ્રથમ ઇનિંગમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. કેએલ રાહુલ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે યશસ્વી જયસ્વાલ 13 બોલનો સામનો કરવા છતાં ખાતું ખોલાવી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણી પહેલાં બંને ખેલાડીઓના આ પ્રદર્શન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

કેએલ રાહુલ માત્ર 4 રન બનાવીને આઉટ

ભારતીય ટેસ્ટ ટીમનો અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી રહ્યો છે. આંધ્ર પ્રદેશ સામેની મેચમાં તે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં ઉતર્યો હતો, પરંતુ લાંબો સમય ક્રીઝ પર ટકી શક્યો નહોતો.રાહુલે 11 બોલનો સામનો કરીને માત્ર 4 રન બનાવ્યા હતા. તેના ખાતામાં એક ચોગ્ગો આવ્યો હતો. આંધ્ર પ્રદેશના 31 વર્ષીય ઝડપી બોલર કે.વી. શશિકાંતે તેને આઉટ કર્યો હતો.રાહુલ માટે રણજી ટ્રોફી પોતાની બેટિંગ સુધારવાની અને આગામી આંતરરાષ્ટ્રીય મેચો પહેલાં લય મેળવવાની તક પણ ગુમાવી હતી

યશસ્વી જયસ્વાલ ખાતું પણ ન ખોલાવી શક્યો

કેએલ રાહુલ કરતાં પણ વધુ નિરાશાજનક પ્રદર્શન યશસ્વી જયસ્વાલનું રહ્યું હતું ચંડીગઢના ઝડપી બોલર જગજીત સિંહે તેને પેવેલિયન મોકલ્યો હતો.ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ઓપનિંગ કરતો જયસ્વાલ સ્થાનિક ક્રિકેટની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવી શક્યો નહોતો.જયસ્વાલ પાસેથી મુંબઈની ટીમને સારી શરૂઆતની આશા હતી, પરંતુ તે પોતાની ઇનિંગને આગળ વધારી શક્યો નહોતો.

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલાં બંને માટે પડકાર

કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ બંને ભારતીય ટેસ્ટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ છે. તેથી રણજી ટ્રોફીમાં તેમનું પ્રદર્શન આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલાં ચર્ચાનો વિષય બન્યું છે.જોકે, એક ઇનિંગના આધારે કોઈ ખેલાડીની ક્ષમતા અંગે અંતિમ નિર્ણય લઈ શકાય નહીં. બંને પાસે આગામી મેચોમાં પોતાની બેટિંગમાં સુધારો કરવાની તક રહેશે.હવે જોવાનું એ રહેશે કે રણજી ટ્રોફીની આગામી ઇનિંગ્સમાં આ બંને બેટ્સમેન કેવી વાપસી કરે છે અને ભારતીય ટીમ માટે પોતાની લય પાછી મેળવી શકે છે કે નહીં.

આ પણ વાંચો - Ranji Trophy : શુભમન ગિલ પહેલી મેચ કેમ નહીં રમે? સામે આવ્યું મોટું કારણ