ભારતીય ક્રિકેટ ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની મેદાન પર વાપસી હજુ પણ લંબાઈ શકે છે. સાઇડ સ્ટ્રેનની ઈજાથી પરેશાન પંત ન્યૂઝીલેન્ડ-A સામે રમાનારી ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે. તેમને સાવચેતીના ભાગરૂપે આ મેચમાં નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ 19 નવેમ્બરથી શરૂ થનારી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં તેમના રમવા અંગે પણ સવાલો ઊભા થયા છે. ભારતીય ટીમ માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટેસ્ટ સિરીઝ પહેલાં પંતની મેચ ફિટનેસ ચકાસવાની તક હવે ઓછી થઈ ગઈ છે.

સતત ત્રીજી મેચમાંથી બહાર થયા ઋષભ પંત

ઋષભ પંતને ન્યૂઝીલેન્ડ-A સામેની પ્રથમ બે બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પણ રમવાની તક મળી નહોતી. ઈરાની કપ દરમિયાન તેમને સાઇડ સ્ટ્રેનની ઈજા થઈ હતી. ત્યારથી તેઓ ક્રિકેટના મેદાનથી દૂર છે.હવે ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી પણ તેમને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માગતું નથી અને પંતને સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતારવા માગે છે.ભારત માટે આ ઈજા એવા સમયે ચિંતાનો વિષય બની છે, જ્યારે ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2 મેચની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમવાની છે.

નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી, પરંતુ વાપસીની તારીખ નક્કી નથી

ઋષભ પંતની ફિટનેસ અંગે મહત્વની માહિતી માહિતી સામે આવી છે.મિડિયા રિપોર્ટ અનુસાર પંતને સાવચેતીના ભાગરૂપે ન્યૂઝીલેન્ડ-A સામેની ત્રીજી મેચમાં પણ આરામ આપવામાં આવ્યો છે.જોકે, પંતે નેટ્સમાં સ્કિલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. હાલ તેમને કોઈ પ્રકારનો દુખાવો પણ અનુભવાતો નથી. આમ છતાં, તેઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં ક્યારે વાપસી કરશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.પંત માટે ન્યૂઝીલેન્ડ-A સામેની આ મેચો ટેસ્ટ સિરીઝની તૈયારીના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વની હતી. આ મેચોમાં રમવાથી તેમને લાંબા ફોર્મેટમાં પોતાની લય અને મેચ ફિટનેસ પાછી મેળવવાની તક મળી શકી હોત. પરંતુ સતત 3 મેચમાંથી બહાર રહેવાને કારણે હવે ટેસ્ટ સિરીઝ પહેલાં તેમની પાસે પ્રેક્ટિસ માટે ઓછો સમય બચ્યો છે.

https://x.com/I_am_Harshit_17/status/2116613683782815816?a=M4SMeDhdDniSDgXUbz4&s=20

19 નવેમ્બરથી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં શરૂ થશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર હવે પંતની ફિટનેસ પર રહેશે.પંતની વાપસી ક્યારે થશે તે અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી. જો તેઓ સમયસર ફિટ નહીં થાય તો ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે અન્ય વિકલ્પ પર વિચાર કરવો પડી શકે છે.ઉલ્લેખનીય છે કે ઋષભ પંત હાલમાં ભારતીય ટીમ માટે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેઓ પહેલેથી જ ટીમની બહાર છે. તેથી ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ તેમના માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.

આ પણ વાંચો - Gautam Gambhir Big Statement: સતત બે હાર બાદ પણ ગંભીર ન ઝૂક્યા, પ્રેસ કોન્ફરન્સમાં કર્યો મોટો ખુલાસો