ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની પહેલી ODIમાં યુવા ખેલાડીઓને તક આપી હતી. ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને 24.5 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. 


25 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ બેટિંગ કરતા એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. 

રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ 

રોહિત શર્માએ 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે બેટિંગ શરૂ કરી હતી. આજે તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 16,000 રન પૂર્ણ કર્યા છે, જે આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. રોહિત શર્માના હવે ઓપનિંગ બેટ્સમેન તરીકે 16,010 રન છે. વીરેન્દ્ર સેહવાગે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 16,119 રન બનાવ્યા હતા. રોહિત ટૂંક સમયમાં આ બાબતમાં સેહવાગને પાછળ છોડી શકે છે. 

શ્રીલંકાના સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવ્યા છે. સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 19,298 રન બનાવ્યા છે. બીજા નંબરે રહેલા ક્રિસ ગેલે ઓપનિંગ બેટ્સમેન તરીકે 18,867 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે રહેલા ડેવિડ વોર્નરે 18,744 રન બનાવ્યા છે, જ્યારે ચોથા નંબરે રહેલા ગ્રીમ સ્મિથના 16,950 રન છે. પાંચમા નંબરે રહેલા ડેસમંડ હેન્સના 16,120 રન છે.  

મેદાનમાં ઉતરતાની સાથે જ રોહિતે એક મોટો રેકોર્ડ બનાવ્યો

અફઘાનિસ્તાન સામેની આ મેચમાં દિગ્ગજ રોહિત શર્માએ મેદાનમાં ઉતરતાની સાથે જ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો. રોહિત હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે ODI મેચ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. હાલમાં રોહિત 39 વર્ષ અને 44 દિવસનો છે. આ પહેલા આ રેકોર્ડ 1983 ના વર્લ્ડ કપ જીતનારા સ્ટાર ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથના નામે હતો. તેમને ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ODI 39 વર્ષ અને 36 દિવસની ઉંમરે રમી હતી. 

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: