ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને મેચ જીતીને 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 10 નવેમ્બરે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ સીરિઝ પોતાના નામે કરવા માગશે. જોકે, આ મુકાબલામાં સૌથી વધુ નજર અનુભવી ઓપનર રોહિત શર્મા પર રહેશે. શરૂઆતની બંને મેચમાં રોહિતનું બેટ ખાસ કમાલ કરી શક્યું નથી. હવે હેમિલ્ટનમાં તેની પાસે મોટી ઇનિંગ્સ રમવાની તક છે.રોહિત શર્મા માટે હેમિલ્ટનનું મેદાન ખાસ રહ્યું છે. અહીં તેના આંકડા ભારતના અન્ય મેદાનોની સરખામણીએ સારા છે. તેથી ચાહકોને આશા છે કે હિટમેન આ મેદાન પર પોતાની જૂની લય મેળવી શકે છે અને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

હેમિલ્ટનમાં રોહિત શર્માના આંકડા શાનદાર

હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રોહિત શર્માએ અત્યાર સુધી કુલ 5 વનડે મેચ રમી છે.આ દરમિયાન તેને 4 ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી છે. આ 4 ઇનિંગ્સમાં તેણે 42.50ની સરેરાશથી કુલ 170 રન બનાવ્યા છે.આ મેદાન પર રોહિતનો સર્વોચ્ચ સ્કોર 79 રન રહ્યો છે. તેણે અહીં 2 અડધી સદી પણ ફટકારી છે.જોકે, આ બંને ઇનિંગ્સને તે સદીમાં ફેરવી શક્યો નથી.એક વખત તે શૂન્ય રને પણ આઉટ થયો છે.આ આંકડા દર્શાવે છે કે સેડન પાર્કનું મેદાન રોહિત માટે અનુકૂળ રહ્યું છે.હવે ત્રીજી વનડેમાં તેની નજર મોટી ઇનિંગ્સ રમવા પર રહેશે.

https://www.instagram.com/p/DfJjeXQijLe/?utm_source=ig_web_copy_link&srtk=NTc4MTIwNjQ2YQ==

ન્યૂઝીલેન્ડની ધરતી પર હજુ સદીની રાહ

જો ન્યૂઝીલેન્ડની સમગ્ર ધરતી પર રોહિત શર્માના વનડે રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 14 મેચમાં 36.42ની સરેરાશથી 437 રન બનાવ્યા છે.હેમિલ્ટનમાં તેની 42.50ની સરેરાશ ન્યૂઝીલેન્ડના એકંદર રેકોર્ડ કરતાં સારી છે. જોકે, એક રસપ્રદ વાત એ છે કે ન્યૂઝીલેન્ડમાં આટલી મેચ રમવા છતાં રોહિતના બેટમાંથી હજુ સુધી એક પણ વનડે સદી આવી નથી.તેના નામે કીવી ટીમ સામે અડધી સદીઓ જરૂર છે, પરંતુ તે હજુ ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી. હવે ત્રીજી વનડેમાં તેની પાસે આ રાહ પૂરી કરવાની તક રહેશે.

બે મેચમાં માત્ર 23 રન, હવે હિટમેન પાસેથી મોટી ઇનિંગ્સની આશા

આ સીરિઝની પ્રથમ વનડેમાં રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે બીજી વનડેમાં પણ તેના બેટમાંથી મોટી ઇનિંગ્સ જોવા મળી નહોતી. શરૂઆતની બંને મેચમાં તે કુલ 23 રન જ બનાવી શક્યો છે.જોકે, હેમિલ્ટનમાં તેના જૂના આંકડા ચાહકો માટે આશાનું કિરણ છે. ભારતીય ટીમ પાસે ત્રીજી વનડે જીતીને સીરિઝ પોતાના નામે કરવાની સુવર્ણ તક છે. આવી સ્થિતિમાં રોહિતની સારી શરૂઆત ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બની શકે છે.હવે જોવાનું એ રહેશે કે હિટમેન હેમિલ્ટનના મેદાન પર પોતાની ખોવાયેલી લય પાછી મેળવી શકે છે કે નહીં. શું રોહિત શર્મા ન્યૂઝીલેન્ડની ધરતી પર પોતાની પ્રથમ વનડે સદી ફટકારીને ચાહકોની લાંબી રાહનો અંત લાવશે?

આ પણ વાંચો - Marnus Labuschagne : ટેસ્ટ ક્રિકેટમાં રાજ કરનાર બેટ્સમેનની થઈ બાદબાકી, ફરી ટીમમાંથી થયો OUT!