ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સિરીઝની બીજી મેચ 17 જૂને લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની શકે છે. આ સંદર્ભમાં તે ભૂતપૂર્વ ભારતીય મહાન વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે.
રોહિત શર્મા 10 રન બનાવતાની સાથે જ સેહવાગનો રેકોર્ડ તોડશે
રોહિત શર્માએ અત્યાર સુધીમાં ઓપનર તરીકે 359 ઈન્ટરનેશનલ મેચોમાં 16,010 રન બનાવ્યા છે. આ દરમિયાન વીરેન્દ્ર સેહવાગે ઓપનર તરીકે 332 ઈન્ટરનેશનલ મેચોમાં 16,119 રન બનાવ્યા છે. રોહિતને હવે સેહવાગનો રેકોર્ડ તોડવા માટે ફક્ત 10 રનની જરૂર છે.
જો રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં 10 રન બનાવે છે, તો તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
સચિન તેંડુલકરનું નામ ત્રીજા નંબરે
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે. તેમને ઓપનર તરીકે 346 મેચોમાં 15,335 રન બનાવ્યા છે. દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર ચોથા નંબરે છે, તેમને ઓપનિંગ કરતી વખતે 202 મેચોમાં 12,258 રન બનાવ્યા છે. શિખર ધવન પાંચમા નંબરે છે, જેને 268 મેચોમાં 10,867 રન બનાવ્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
વીરેન્દ્ર સેહવાગ: 16119 રન (332 મેચ)
રોહિત શર્મા: 16010 રન (359 મેચ)
સચિન તેંડુલકર: 15335 રન (346 મેચ)
સુનિલ ગાવસ્કર: 12258 રન (202 મેચ)
શિખર ધવન: 10867 રન (268 મેચ)
રોહિત શર્મા પહેલી વનડેમાં મોટી ઇનિંગ રમી શક્યો નહીં
ODI સિરીઝની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. વરસાદને કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી હતી. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 24.5 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 22.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું હતું.
રોહિત શર્મા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 16 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે કેપ્ટનની ઈનિંગ રમી અને 66 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!