15 જૂનના રોજ ટ્રાય સિરીઝની ચોથી મેચમાં શ્રીલંકા A એ ભારત A ને સુપર ઓવરમાં હરાવ્યું હતું. મેચ ટાઈનું પરિણામ નક્કી કરવા માટે સુપર ઓવર રમાઈ હતી. શ્રીલંકા A એ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં ભારત A ફક્ત 7 રન જ બનાવી શક્યું હતું.
ભારતને હરાવ્યા પછી શ્રીલંકાના ખેલાડીઓએ ઉત્સાહમાં આવીને વૈભવને કેટલીક વાતો કહી. તે વાતો સાંભળીને 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ગુસ્સે થઈ ગયો અને શ્રીલંકાના ખેલાડીઓ સાથે ઝપાઝપી કરી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડી વચ્ચે વિવાદ થયો
ભારતીય ટીમને સુપર ઓવરમાં 17 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ ટીમ માત્ર 10 રન જ બનાવી શકી. વૈભવે 3 બોલમાં 7 રન અને સૂર્યાંશ શેડગેએ 3 બોલમાં 3 રન બનાવ્યા. પરિણામે ભારતની હાર થઈ. મેચ પછી વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના એક ખેલાડી ગુસ્સે ભરાયા અને ઉગ્ર બોલાચાલી થઈ.
ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે વૈભવે પહેલા શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો. શું હવે તેના પર મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે? નિયમો મુજબ બોર્ડ તેની સામે ગંભીર કાર્યવાહી કરી શકે છે.
વૈભવ સૂર્યવંશી રહ્યો ફ્લોપ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય A ટીમે 49.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો, તેને 14 બોલમાં 21 રન બનાવ્યા. કેપ્ટન તિલક વર્માએ પણ 32 બોલમાં 23 રન બનાવ્યા. સૂર્યાંશ શેડગેએ 66 બોલમાં 72 રન બનાવ્યા. વિપરાજ નિગમે પણ 49 બોલમાં 51 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા A ટીમ 50 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે રમત સુપર ઓવરમાં ગઈ.
ટ્રાય સિરીઝમાં વૈભવ અત્યાર સુધી તેની બેટિંગમાં ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. તેને પહેલી મેચમાં 14, બીજી મેચમાં 44 અને આ મેચમાં 21 રન બનાવ્યા હતા. તેને રમેલી 3 મેચોમાં 1 પણ મોટી ઈનિંગ રમી નથી.
ઈન્ડિયા A ટીમ સતત બીજી હારનો સામનો કરી રહી છે
આ ટ્રાય સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો આ બીજો પરાજય છે. ભારત A એ ટ્રાય સિરીઝમાંની શરૂઆત વિજય સાથે કરી હતી, જેમાં તેમને પ્રથમ મેચમાં શ્રીલંકા A ને 8 રને હરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં અફઘાનિસ્તાને DLS નિયમ હેઠળ ભારત A ને 4 રને હરાવ્યું. અને હવે આજની મેચમાં ભારત A શ્રીલંકા સામે સુપર ઓવરમાં હારી ગયું.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!