વિમેન્સ T20 વર્લ્ડકપ 2026ની છઠ્ઠી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હાઈ-વોલ્ટેજ મેચમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરી. 


શેફાલી વર્માએ ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને મજબૂત શરૂઆત કરી. આ સિક્સર સાથે તેણે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેની પહેલા કોઈ વિમેન્સ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શકી ન હતી.

શેફાલી વર્માએ છગ્ગો ફટકારીને ઈતિહાસ રચ્યો

શેફાલી વર્મા વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ઈનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની. આજ સુધી કોઈ અન્ય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા નથી. શેફાલીએ તેની ઈનિંગની શરૂઆત સિક્સરથી કરી હતી, પરંતુ તે લાંબી ઈનિંગ રમી શકી નહીં. તે પહેલી ઓવરમાં જ 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેણે તેની ઈનિંગમાં ફક્ત 1 સિક્સર જ બનાવી શકી. તેની વિકેટ સાદિયા ઈકબાલે લીધી.

જેમીમા રોડ્રિગ્ઝ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહી

પહેલા બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી ન હતી. શરૂઆતમાં પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બધાને જેમીમા રોડ્રિગ્ઝ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તેણે પણ નિરાશ કર્યા, 7 બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. તેના આઉટ થવાથી ભારતીય ટીમ ભારે દબાણમાં આવી ગઈ. જ્યારે જેમીમા આઉટ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર ફક્ત 18 રન હતો. ત્યાંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ ઈનિંગને સ્થિર કરી.

હરમનપ્રીત કૌર તેના કરિયરનો 10મો T20 વર્લ્ડકપ રમી રહી છે

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર તેના 10મો T20 વર્લ્ડકપમાં રમી રહી છે. આ વખતે તે કેપ્ટન અને બેટ્સમેન બંને તરીકે ઉત્તમ પ્રદર્શન કરીને ભારતને ચેમ્પિયન બનાવવાનું લક્ષ્ય રાખશે. તમને જણાવી દઈએ કે ભારતે 2025માં હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ પોતાનો પહેલો ODI વર્લ્ડકપ જીત્યો હતો. હવે ભારતીય ટીમ સતત બીજા ICC ટાઈટલ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: