વિમેન્સ T20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. વિમેન્સ ટીમ 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન યોજાનાર વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 જીતીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 14 જૂને બર્મિંગહામમાં પાકિસ્તાન સામે રમશે. 


ફેન્સ આ હાઈ-વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે ભારતીય વિમેન્સ ટીમ અને પાકિસ્તાન વિમેન્સ ટીમ વચ્ચેની આ મેચ કયા સમયે શરૂ થશે. આ સિવાય તમે આ રોમાંચક મેચ ટીવી અથવા મોબાઇલ પર કેવી રીતે જોઈ શકો છો?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કેટલા વાગ્યે શરૂ થશે? 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 14 જૂને બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા બંને ટીમોના કેપ્ટન ટોસ માટે મેદાનમાં ઉતરશે. આ વર્લ્ડકપમાં ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરી રહી છે. પાકિસ્તાન ફાતિમા સનાની કેપ્ટનશીપમાં રમશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પાકિસ્તાનને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવા માગશે.

IND Vs PAK મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચેની આ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 HD, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 HD ચેનલો પર ઉપલબ્ધ થશે. 

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ પર ઉપલબ્ધ થશે. જો તમે આ મેચ તમારા સ્માર્ટફોન પર જોવા માગતા હોવ, તો તમારે JioHotstar એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર પડશે.

ટીમ ઈન્ડિયા હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઘણી આગળ છે

વિમેન્સ T20 વર્લ્ડકપ 2009માં શરૂ થયો હતો. અત્યાર સુધીમાં વર્લ્ડ કપ 9 વખત રમાઈ ચૂક્યો છે, જેમાં ભારત અને પાકિસ્તાન 8 વખત એકબીજા સામે ટકરાયા છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 6 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન ફક્ત 2 જ જીતી શક્યું છે.

2024ના T20 વર્લ્ડકપમાં જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. અહીંનો હેડ-ટુ-હેડ રેકોર્ડ ટીમ ઈન્ડિયાની તરફેણમાં લાગે છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: