ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર રોહિત શર્માના ભવિષ્ય અને તેની વનડે નિવૃત્તિને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળોનું બજાર ગરમ છે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ કરિયર પૂર્ણ થવાની વાતો હોય કે નવો શો શરૂ કર્યા પછી ક્રિકેટ છોડવાની ચર્ચા, રોહિતે હવે પોતે આ તમામ અફવાઓ પર મૌન તોડીને સ્પષ્ટતા કરી છે.

પોતાના શોમાં અફવાઓ પર આપી પ્રતિક્રિયા

રોહિત શર્માના ટોક શો ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’ના તાજેતરના એપિસોડમાં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને અભિનેતા ચંકી પાંડે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સેલેબ્સ વિશે ફેલાતી અફવાઓનો વિષય નીકળ્યો ત્યારે રોહિતે હળવા અંદાજમાં પોતાની નિવૃત્તિ પર નિવેદન આપ્યું હતું.રોહિતના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે સોશિયલ મીડિયા અને મીડિયામાં પોતાના સંન્યાસને લઈને ચાલી રહેલી વાતોથી પૂરેપૂરો વાકેફ છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ચોક્કસ સમયમર્યાદા કે સત્તાવાર વિદાયની જાહેરાત કરી નથી.

https://x.com/rohshh45/status/2114179544014049439?s=20

કેવી રીતે વેગ પકડ્યો હતો અટકળોએ?

અહેવાલો અનુસાર, ચીફ સિલેક્ટર અજિત અગરકર 2027ના વનડે વર્લ્ડ કપ માટે યુવા બેટર્સ (જેમ કે યશસ્વી જયસ્વાલ)ને તૈયાર કરવા માગે છે તેવી ચર્ચાઓથી આ મુદ્દો ગરમાયો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેની વનડે સફર પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે તેવા દાવા પણ કરવામાં આવ્યા હતા. જોકે, રોહિતે તાજેતરની શ્રેણીઓમાં પોતાના બેટથી સતત રન બનાવીને ટીકાકારોને જવાબ આપ્યો છે.

2027 વનડે વર્લ્ડ કપ અને આગામી પડકારો

રોહિત શર્માનો દબદબો અને મોટા મુકાબલાઓમાં રમવાનો અનુભવ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. 4 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી વનડે શ્રેણીમાં ફરી એકવાર રોહિત શર્માની બેટિંગ અને નેતૃત્વ પર સૌની નજર રહેશે. હાલ પૂરતું, રોહિતનું ધ્યાન મેદાન પર પ્રદર્શન કરવા પર કેન્દ્રિત છે અને સંન્યાસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Pakistanની ઐતિહાસિક જીત બાદ કોચે આ શું કર્યું, VIDEO થયો વાયરલ