ભારતીય ટીમ હાલમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે સીરિઝ રમી રહી છે,જ્યાં તેમણે ફક્ત ત્રણ દિવસમાં એક મેચની ટેસ્ટ શ્રેણી જીતી અને એક ઇનિંગ અને 300 રનથી જીત મેળવી. બંને ટીમો હવે 13 જૂનથી શરૂ થતી ત્રણ મેચની ODI સીરિઝ રમશે.જેની પહેલી મેચ ધર્મશાલા સ્ટેડિયમમાં રમાશે. મોટાભાગની નજર ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પર રહેશે,જે લગભગ પાંચ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમશે.ODI માં સૌથી વધુ પચાસ-પ્લસ સ્કોર માટે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દેશે.
રોહિત પાસે દ્રવિડ અને ગાંગુલીને પાછળ છોડવાની તક
રોહિત અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝમાં રોહિત શર્માની ભાગીદારી અંગે સસ્પેન્સ હતો, પરંતુ તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે, અને તે શ્રેણીમાં રમતા જોવા મળશે. રોહિત શર્મા હાલમાં ODI ફોર્મેટમાં સૌથી વધુ પચાસ-પ્લસ ઇનિંગ્સ માટે સૌરવ ગાંગુલી સાથે બરાબર છે. ફક્ત એક પચાસ-પ્લસ ઇનિંગ્સ સાથે, તે ગાંગુલીને પાછળ છોડી દેશે અને દ્રવિડની બરાબરી કરશે. જો તે આ ODI શ્રેણીમાં વધુ એક પચાસથી વધુનો સ્કોર કરવામાં સફળ રહેશે, તો તે રાહુલ દ્રવિડને પાછળ છોડી દેશે. રોહિત શર્માએ હવે 282 ODI માં 274 ઇનિંગ્સ રમી છે, જેમાં 33 સદી અને 61 અડધી સદી ફટકારી છે, જેનાથી તેનો કુલ 94 પચાસથી વધુ ઇનિંગ્સ થઈ ગયો છે.













