ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ ધર્મશાલા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના વિક્ષેપને કારણે મેચ 25-25 ઓવરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 195 રનનો ટાર્ગેટ મળ્યો છે, જેનો પીછો કરતી વખતે રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 46 રનની પાર્ટનરશીપ કરી હતી.


જ્યારે એવું લાગ્યું કે રોહિત શર્માએ પોતાની પિચને જાણી લીધી છે, ત્યારે તે ખોટા કોલને કારણે રન આઉટ થઈ ગયો, ત્યારબાદ રોહિત ખૂબ ગુસ્સે દેખાતો હતો અને કેપ્ટન શુભમન ગિલ તરફ જોયા વિના પણ પેવેલિયન પાછો ફર્યો હતો.

રોહિત એક સિંગલ લેવા માગતો હતો

જ્યારે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 195 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી, ત્યારે રોહિત શર્માએ અફઘાન ટીમના ગઝનફરે ફેંકેલી છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ઝડપી સિંગલ લેવાનો પ્રયાસ કર્યો, જે મિડ-વિકેટ તરફ રમ્યો હતો. શોટ પછી રોહિતને બદલે બોલ જોઈ રહેલો શુભમન ગિલ બોલરના ફોલો-થ્રુને કારણે પોતાની ક્રીઝથી આગળ વધી શક્યો નહીં. 


શુભમન ગિલે રોહિતને પાછા ફરવાનો સંકેત આપ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે રોહિત અડધી પિચ પાર કરી ચૂક્યો હતો. રોહિતે પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલાથી જ રન આઉટ થઈ ગયો હતો. આઉટ થયા પછી રોહિત શર્મા સ્પષ્ટપણે ગુસ્સે ભરાયો હતો, અને થર્ડ એમ્પાયરનો નિર્ણય જાહેર થાય તે પહેલાં જ પેવેલિયન તરફ ગયો, શુભમન ગિલ તરફ જોયા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો.

રોહિતે 16 રનની ઈનિંગમાં પણ મોટી સિદ્ધિ મેળવી

રોહિત શર્માએ લગભગ 5 મહિના બદ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં પ્રવેશ કર્યો હતો, અને બધાને તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી, પરંતુ તે ફક્ત 16 રન બનાવીને આઉટ થઈ ગયો. આમ છતાં રોહિતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, ઓપનર તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. રોહિત પહેલા, આ સિદ્ધિ ફક્ત ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે હાંસલ કરી હતી.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: