ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફિટનેસની ચર્ચા અવારનવાર થતી રહે છે. રોહિત શર્મા 39 વર્ષનો થઈ ગયો છે, જ્યારે વિરાટ કોહલી 5 નવેમ્બરે પોતાનો 38મો જન્મદિવસ ઉજવશે. જોકે, ઉંમરની અસર બંનેની ફિટનેસ પર જોવા મળતી નથી. ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડેમાં બંને ખેલાડીઓએ પોતાની ચપળતાનો એવો નજારો બતાવ્યો કે ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પહેલાં રોહિતે પોતાની ફુર્તીથી ડેરિલ મિચેલને રનઆઉટ કરાવ્યો અને ત્યારબાદ વિરાટે અદભુત કેચ પકડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
રોહિત શર્માની ફુર્તીએ ડેરિલ મિચેલને મોકલ્યો પેવેલિયન
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 22મી ઓવરમાં રોહિત શર્માએ પોતાની ચપળતાનો પરિચય આપ્યો હતો. આ ઓવરમાં અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરનો પહેલો બોલ ગ્લેન ફિલિપ્સે મિડ-ઓન તરફ રમ્યો હતો અને ઝડપથી એક રન લેવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા ડેરિલ મિચેલે પણ રન લેવા માટે દોડ લગાવી હતી. જોકે, મિડ-ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા રોહિત શર્માએ તરત જ બોલ પકડી લીધો હતો. 39 વર્ષની ઉંમરે પણ રોહિતે ગજબની ઝડપ બતાવીને બોલ વિકેટકીપર કેએલ રાહુલ તરફ ફેંક્યો હતો.
રોહિતની ફુર્તી અને રાહુલની ચપળતાથી રનઆઉટ
રોહિતે ફેંકેલો બોલ કેએલ રાહુલે સારી રીતે પકડી લીધો હતો અને તરત જ સ્ટ્રાઇકર એન્ડની વિકેટની ગિલ્લીઓ ઉડાવી દીધી હતી. ત્યાં સુધીમાં નોન-સ્ટ્રાઇકર એન્ડ પરથી દોડી રહેલો ડેરિલ મિચેલ ક્રિઝ સુધી પહોંચી શક્યો નહોતો.આ રીતે રોહિત શર્માની ઝડપી ફિલ્ડિંગ અને કેએલ રાહુલની ચપળતાના કારણે મિચેલને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે વનડે ક્રિકેટમાં ડેરિલ મિચેલ પહેલી વખત રનઆઉટ થયો હતો.
https://x.com/Msdhoni1546796/status/2117835962898321835?a=iCszWi0icAwhZiqKZhY&s=20
વિરાટ કોહલી બન્યો સુપરમેન, એક હાથે પકડ્યો કેચ
રોહિત શર્માના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ પણ પોતાની ફિલ્ડિંગથી સૌને ચોંકાવી દીધા હતા. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 29મી ઓવરમાં અંશુલ કંબોજ બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર ન્યૂઝીલેન્ડના બેટર નાથન સ્મિથે શોટ રમ્યો હતો.બોલ વિરાટ કોહલીની જમણી તરફ ગયો હતો. વિરાટે તરત જ હવામાં ડાઇવ લગાવી હતી અને માત્ર એક હાથે અદભુત કેચ પકડી લીધો હતો. વિરાટનો આ કેચ જોઈને મેદાન પર હાજર ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
https://x.com/Msdhoni1546796/status/2117838515778232414?s=20
રોહિત-વિરાટની ફિટનેસની થઈ રહી છે ચર્ચા
38 અને 39 વર્ષની ઉંમરે પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર જે રીતે ફુર્તી બતાવી રહ્યા છે તે યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ છે. એક તરફ રોહિતે પોતાની ઝડપથી રનઆઉટમાં યોગદાન આપ્યું તો બીજી તરફ વિરાટે હવામાં ડાઇવ લગાવીને અશક્ય લાગતો કેચ પકડી લીધો હતો.ઓકલેન્ડ વનડેમાં બંને ખેલાડીઓના આ શાનદાર પ્રયાસોના વીડિયો હવે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો - Gurnoor Brarનો અદભુત કરિશ્મા! એક હાથે કેચ પકડી ટોમ લાથમને ચોંકાવ્યો