ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પરિવારમાં ગણપતિ બાપ્પાનું ભક્તિભાવ સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ વર્ષે સચિન તેંડુલકર, તેમની પત્ની અંજલિ તેંડુલકર અને પરિવારના અન્ય સભ્યોએ પોતાના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી કરી. સમગ્ર ઉજવણી દરમિયાન પરિવારની સાદગી જોવા મળી હતી. જોકે, સચિનના પુત્ર અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા તેંડુલકર અને સારા તેંડુલકરના પરંપરાગત અંદાજે સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચ્યું.

પિંક સાડીમાં સાનિયાનો પરંપરાગત લુક

સાનિયા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર પિંક રંગની સુંદર સાડીમાં પોતાની તસવીરો શેર કરી હતી. માથા પર ટીકો, ગળામાં નેકલેસ અને હાથમાં બંગડીઓ સાથે તેમનો પરંપરાગત લુક જોવા મળ્યો હતો. તેમણે પોતાની પોસ્ટ સાથે ‘Ganpati Ready’ લખ્યું હતું.સાનિયાની આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકોએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમની તસવીરો પર સુંદર કોમેન્ટ્સ કરી હતી. તેમના પરંપરાગત અંદાજને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

સારા તેંડુલકરનો લીલી સાડીમાં લુક

બીજી તરફ સારા તેંડુલકરે પણ ગણપતિ ઉત્સવ સાથે જોડાયેલી 2 પોસ્ટ શેર કરી હતી. એક પોસ્ટમાં તેઓ લીલી સાડીમાં પરંપરાગત અંદાજમાં જોવા મળ્યાં હતાં. ગળામાં સોનાનો હાર, કાનમાં ઝુમકા અને વાળમાં ફૂલ સાથે તેમનો લુક જોવા મળ્યો હતો. તેમણે આ પોસ્ટમાં ‘Ganpu Season’ લખ્યું હતું.બીજી પોસ્ટમાં સારાએ ગણપતિ ઉત્સવ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરી હતી. તેમાં મોદક, આરતી, સારું ભોજન, પરિવાર, મિત્રો અને ઘરમાં બાપ્પાની હાજરીથી મળતી ખુશીની લાગણીનો સમાવેશ થતો હતો. તેમની આ પોસ્ટને પણ સોશિયલ મીડિયા પર ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

https://www.instagram.com/p/DdUEKaTjeZU/?utm_source=ig_web_button_share_sheet


ઘરે જ કર્યું ગણેશ વિસર્જન

સચિન તેંડુલકરે ગણેશ વિસર્જનનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો હતો.વીડિયોમાં પરિવારના સભ્યો ઘરે જ ગણેશજીની નાની મૂર્તિનું એક ડ્રમમાં વિસર્જન કરતા જોવા મળ્યા હતા. આ સમયે પૂજારી પણ હાજર હતા.સચિને વીડિયો સાથે ‘ગણપતિ બાપ્પા મોરયા, આવતા વર્ષે જલ્દી આવજો’ લખ્યું હતું. આ પરંપરાગત મરાઠી વિદાય સંદેશ છે, જે ગણેશોત્સવ દરમિયાન બોલવામાં આવે છે.

https://x.com/sachin_rt/status/2099890532134871452?s=20

તેંડુલકર પરિવારની સાદગીએ જીતી લીધા દિલ

તેંડુલકર પરિવારની સાદગીભરી રીતે કરવામાં આવેલી ગણેશોત્સવની ઉજવણીને ચાહકો તરફથી પ્રશંસા મળી રહી છે. મોટા પંડાલો અને ભવ્ય ઉજવણી વચ્ચે પરિવારે પોતાના ઘરે જ પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી હતી.અર્જુન તેંડુલકર પણ પરિવાર સાથે આ ઉજવણીમાં સામેલ થયા હતા. ગણેશ વિસર્જન દરમિયાન પરિવારના સભ્યોની એકસાથે હાજરી જોવા મળી હતી. હાલ સાનિયા અને સારા તેંડુલકરના પરંપરાગત સાડી લુકની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સાથે જ તેંડુલકર પરિવારની સાદગીભરી ગણેશોત્સવની ઉજવણી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાંચો - Harry Brookની ઐતિહાસક સદી, માત્ર 42 બોલમાં ફટકારી સદી