સાઈ સુદર્શને તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી ન હતી, પરંતુ શ્રીલંકા A સામેની ટેસ્ટમાં તેને સદી ફટકારી હતી. આ એક બિનસત્તાવાર ટેસ્ટ હતી, પરંતુ તેને ચોક્કસપણે બતાવ્યું કે તે ફોર્મમાં છે. સાઈએ લગભગ ODI જેવી ઈનિંગ રમી. 


ઋતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિકલે બેટિંગમાં સારું પ્રદર્શન ન કર્યું

ભારત A ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં શ્રીલંકા A ટીમ સામે એક બિનસત્તાવાર ટેસ્ટ રમાઈ રહી છે. આ પહેલી મેચ છે, જે આજથી શરૂ થઈ છે અને મેચનો પહેલો દિવસ છે. સાઈ સુદર્શન ઈનિંગ ઓપન કરવા માટે મેદાનમાં આવ્યો હતો. તેની સાથે આયુષ પાંડે આવ્યો હતો, પરંતુ તે ફક્ત 25 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

દેવદત્ત પડિકલે 12 રનની ટૂંકી ઈનિંગ રમી હતી. ઋતુરાજ ગાયકવાડે થોડો સમય તેને સાથ આપ્યો હતો, પરંતુ તે પણ 22 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન સાઈ સુદર્શન એક છેડે રહ્યો અને પહેલા તેની અડધી સદી અને પછી તેની સદી પૂર્ણ કરી. 

સાઈ સુદર્શને માત્ર 130 બોલમાં 14 ચોગ્ગા ફટકારીને સદી ફટકારી

સાઈએ આ મેચમાં 130 બોલમાં પોતાની સદી ફટકારી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એક રીતે આ ટેસ્ટ જેવી ઈનિંગ બિલકુલ ન હતી. તેને વધુ ODI સ્ટાઈલમાં રન બનાવ્યા. પોતાની સદી પૂર્ણ કર્યા પછી પણ સાઈ સુદર્શન રન બનાવવાનું ચાલુ રાખ્યું અને તેની ટીમને મોટો સ્કોર હાંસલ કરવામાં મદદ કરવામાં સફળ રહ્યો.

સાઈની ધીરજ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે તેને પોતાની સદી પૂર્ણ કરવાના માર્ગમાં એક પણ છગ્ગો ફટકાર્યો નહીં, તેના બદલે ચોગ્ગા પર આધાર રાખ્યો. 

ધ્રુવ જુરેલ ભારતીય A ટીમની કરી રહ્યો છે કેપ્ટનશીપ

આ સિરીઝ દરમિયાન ધ્રુવ જુરેલ ભારતીય A ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિકલ, શેખ રશીદ, હર્ષ દુબે, અંશુલ કંબોજ અને આકિબ નબી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. 

સાઈની સદીની મદદથી ભારતે લગભગ 200 રનનો સ્કોર બનાવ્યો છે. હવે જોવાનું એ છે કે ટીમ આ ઈનિંગ દરમિયાન કેટલા રન બનાવી શકે છે. પરંતુ ઋતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિકલ જેવા અગ્રણી ખેલાડીઓ ઓછા સ્કોર પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: