પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ સતત નિરાશાજનક સાબિત થઈ રહ્યો છે.3 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ 2 મેચ હાર્યા બાદ ત્રીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે.ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા,પરંતુ બેટિંગમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.ખાસ કરીને ઓપનિંગમાં કરવામાં આવેલો ફેરફાર પણ નિષ્ફળ સાબિત થયો છે.એજબેસ્ટન ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવેલા ઓપનર સેમ અયૂબબંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા.આ સાથે તેમની ટેસ્ટ વાપસી પણ નિરાશાજનક રહી છે.
PCBનો નિર્ણય પણ થયો ખોટો સાબિત
લીડ્સ અને લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટા ફેરફાર કર્યા હતા.તેમાં ઓપનર ઈમામ-ઉલ-હકનો પણ સમાવેશ થયો હતો.ઈમામ ઈજાને કારણે બીજી ટેસ્ટની બંને ઇનિંગમાં બેટિંગ કરી શક્યા નહોતા.તેમની જગ્યાએ યુવા ઓપનર સેમ અયૂબને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.જોકે અયૂબ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટથી દૂર હતા અને છેલ્લા 7-8 મહિનાથી મુખ્યત્વે વનડે અને T20 ક્રિકેટ રમી રહ્યા હતા.સેમ અયૂબ આ સમય દરમિયાન કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ રમી રહ્યા હતા.આવી સ્થિતિમાં તેમને અચાનક ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય હવે સવાલોના ઘેરામાં છે.
https://x.com/AjayJadeja171/status/2098075589173448822?s=20
બંને ઇનિંગમાં ખાતું પણ ન ખોલાવી શક્યા
એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સેમ અયૂબ 10 બોલનો સામનો કર્યા બાદ 0 રને આઉટ થયા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં તો તેમની સ્થિતિ વધુ ખરાબ રહી.બીજી ઇનિંગમાં અયૂબ પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા અને તેમનું ખાતું પણ ન ખૂલ્યું. બંને ઇનિંગમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સને તેમને પોતાનો શિકાર બનાવ્યા.આ રીતે લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર સેમ અયૂબ એક પણ રન બનાવી શક્યા નથી.
દોઢ વર્ષમાં સૌથી વધુ વખત 0 પર આઉટ
સેમ અયૂબનો છેલ્લો ટેસ્ટ જાન્યુઆરી 2025માં દક્ષિણ આફ્રિકા સામે રમાયો હતો.જોકે કેપટાઉનમાં રમાયેલી તે ટેસ્ટમાં ઈજાના કારણે તેઓ બંને ઇનિંગમાં બેટિંગ કરી શક્યા નહોતા.હવે એજબેસ્ટનમાં બંને ઇનિંગમાં 0 રને આઉટ થયા બાદ તેમના નામે અનિચ્છનીય આંકડો નોંધાયો છે.જાન્યુઆરી 2025થી અત્યાર સુધી સેમ અયૂબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 ફોર્મેટની કુલ 49 ઇનિંગ રમી છે.આ 49 ઇનિંગમાં તેઓ 10 વખત 0 રને આઉટ થયા છે.આ સમયગાળામાં વિશ્વના તમામ બેટર્સમાં આ સૌથી વધુ ડક હોવાનું સામે આવ્યું છે.પાકિસ્તાન માટે સૌથી મોટી ચિંતા એ છે કે ટીમ પહેલેથી જ ટેસ્ટ શ્રેણીમાં પાછળ છે અને હવે તેના ઓપનર્સ પણ સતત નિષ્ફળ જઈ રહ્યા છે. સેમ અયૂબને તક આપવાનો નિર્ણય પણ હાલ પાકિસ્તાનના પક્ષમાં જતો જોવા મળતો નથી.
આ પણ વાંચો - Joe Rootએ સ્ટીવ સ્મિથને પછાડ્યો, આ મામલે બન્યો દુનિયાનો નંબર 1 ખેલાડી