ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ જગતમાં 2018ના ચર્ચિત 'સેન્ડપેપર ગેટ' વિવાદે ફરી એકવાર જોર પકડ્યું છે. લગભગ 8 વર્ષ જૂના આ બોલ ટેમ્પરિંગ વિવાદમાં હવે પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. વોર્નરનો દાવો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મામલે એક ખોટી કહાનીને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે તપાસની પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.આ વિવાદ ફરી ચર્ચામાં આવવાનું કારણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાની આત્મકથા છે. તેમની આત્મકથાના કેટલાક અંશો ઓસ્ટ્રેલિયન અખબારમાં પ્રકાશિત થયા બાદ 2018ના કેપટાઉન ટેસ્ટમાં થયેલી બોલ ટેમ્પરિંગની ઘટના અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. ખ્વાજાએ દાવો કર્યો હતો કે આ ઘટનાની જાણકારી માત્ર ત્રણ ખેલાડીઓને જ નહોતી, પરંતુ સમગ્ર ટીમને હતી. ડેવિડ વોર્નરે પણ આ દાવાને સમર્થન આપ્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખોટી કહાનીને જીવંત રાખવા માગે છે: વોર્નર

ડેવિડ વોર્નરે શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2018ની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેણે તપાસને નબળી ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર મામલે શરૂઆતથી જ કેટલાક ખેલાડીઓને જવાબદાર ઠેરવવાનું નક્કી કરી લેવામાં આવ્યું હતું.વોર્નરના જણાવ્યા અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ વાતને જાળવી રાખવા માગે છે કે બોલરોને બોલ ટેમ્પરિંગ અંગે કંઈ જ ખબર નહોતી. તેણે એવો પણ સવાલ કર્યો હતો કે જો તપાસ દરમિયાન કેટલાક મહત્ત્વના બોલરોની પૂછપરછ જ કરવામાં આવી ન હોય તો તેમને સંપૂર્ણપણે અજાણ કેવી રીતે ગણાવી શકાય?વોર્નરના આ નિવેદનથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં જૂનો વિવાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

https://www.instagram.com/p/DftIn97pF34/?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==

મિચેલ સ્ટાર્કે પણ તપાસ સામે ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર વિવાદમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. સ્ટાર્કે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે તેની જાણકારી મુજબ 2018માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ દરમિયાન જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક અને નાથન લાયનની પૂછપરછ કરવામાં આવી નહોતી.તેણે સવાલ કર્યો હતો કે જો આ ત્રણેય બોલરોની પૂછપરછ કરવામાં આવી નહોતી તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેવી રીતે કહી શકે કે બોલરોને આ સમગ્ર ઘટનાની જાણકારી નહોતી?સ્ટાર્કે અગાઉ 2021માં આપેલા પોતાના નિવેદન પર કાયમ રહેવાની વાત પણ કહી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે આશરે 70 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરીને ઉસ્માન ખ્વાજાના દાવાઓને નકારી કાઢ્યા હતા.આ રીતે એક જ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ વચ્ચે અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યાં છે.

શું હતો 2018નો સેન્ડપેપર ગેટ વિવાદ?

વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી હતી. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમેરોન બેનક્રોફ્ટને બોલ સાથે સેન્ડપેપરનો ઉપયોગ કરીને ચેડાં કરતા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.આ ઘટના સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચ્યો હતો. તપાસ બાદ તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઉપકેપ્ટન ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Sandpaper Gate Scandal

8 વર્ષ બાદ ફરી કેમ ગરમાયો વિવાદ?

ઉસ્માન ખ્વાજાની આત્મકથામાં કરવામાં આવેલા દાવાઓએ આ જૂના વિવાદને ફરી ચર્ચામાં લાવી દીધો છે. ખ્વાજાના મતે, કેપટાઉન ટેસ્ટમાં જે બન્યું તેની જાણકારી માત્ર ત્રણ ખેલાડીઓ સુધી મર્યાદિત નહોતી.ડેવિડ વોર્નરે પણ આ દાવાને સમર્થન આપતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસની નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવ્યા છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ અંગેના આ નવા દાવાઓ અને અન્ય ખેલાડીઓનાં નિવેદનો વચ્ચે હજુ પણ મતભેદ જોવા મળી રહ્યા છે.આ વિવાદમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે 2018માં ખરેખર શું બન્યું હતું અને તે સમયે સમગ્ર ઘટનાની જાણકારી કોને હતી? આ અંગે નવાં નિવેદનો સામે આવતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો - Childrens Day પર વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ,આ મામલે બન્યો સૌથી યુવા કેપ્ટન