ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા પ્રભસિમરન સિંહે ફરી એકવાર પોતાના બેટથી પસંદગીકારોને જવાબ આપ્યો છે.અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં તેની પસંદગી થઈ નથી.આ પહેલાં તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું,પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી.હવે શેર-એ-પંજાબ T20 લીગમાં પ્રભસિમરન સિંહે એવી તોફાની ઇનિંગ રમી છે કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.પ્રભસિમરન સિંહે અમૃતસરની ટીમના બોલરોની જોરદાર ધોલાઈ કરી માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. તેની આ વિસ્ફોટક ઇનિંગના કારણે જલંધર ટીમે 265 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 17 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો.
પ્રભસિમરન સિંહની તોફાની બેટિંગ
મેચમાં પ્રથમ બેટિંગ કરતાં અમૃતસરની ટીમે 20 ઓવરમાં 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.આટલા મોટા લક્ષ્યાંકનો પીછો કરવા માટે જલંધરને શરૂઆતથી જ ઝડપી બેટિંગની જરૂર હતી.પ્રભસિમરન સિંહે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી.પ્રભસિમરન અને વિશ્વનાથ સિંહ વચ્ચે માત્ર 23 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી.વિશ્વનાથ સિંહ 12 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો.જોકે પ્રભસિમરન એક છેડો સંભાળીને સતત રન બનાવતો રહ્યો.ત્યારબાદ તેણે હરજસ સિંહ સાથે મળીને બીજા વિકેટ માટે માત્ર 43 બોલમાં 109 રનની ભાગીદારી કરી. પ્રભસિમરન સિંહે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે વધુ આક્રમક બેટિંગ કરી અને માત્ર 25 બોલમાં પોતાની સદી પૂરી કરી દીધી.સદી ફટકાર્યા બાદ પણ પ્રભસિમરન અટક્યો નહોતો. તેણે કુલ 47 બોલમાં અણનમ 125 રનની તોફાની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 8 છગ્ગા અને અનેક ચોગ્ગા સામેલ હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે જલંધરે 265 રનનો લક્ષ્યાંક 17 બોલ બાકી રાખીને 8 વિકેટે હાંસલ કરી લીધો.
