ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ 13 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. બીજી મેચ 15 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે અંતિમ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. બધી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. BCCI એ 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી.
શિવમ દુબેની પણ ભારતીય T20 ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. તે અફઘાનિસ્તાન સામે ઈતિહાસ રચવાની કગાર પર છે. શિવમ દુબે અફઘાનિસ્તાન સામેની સિરીઢમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડી શકે છે.
શિવમ દુબે પાસે સુવર્ણ તક
રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે T20Iમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને પાછળ છોડી શકે છે. તે હાલમાં ત્રીજા સ્થાને છે, તેને 5 મેચમાં 7 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા છ મેચમાં 11 છગ્ગા સાથે લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે વિરાટ કોહલીએ 6 મેચમાં 9 છગ્ગા ફટકાર્યા છે. તેથી જો શિવમ દુબે અફઘાનિસ્તાન સામે 3 છગ્ગા ફટકારે છે, તો તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. જો તે 4 છગ્ગા ફટકારે છે, તો રોહિત શર્માનો રેકોર્ડ તૂટી જશે.
અફઘાનિસ્તાન સામે T20Iમાં ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગાની વાત આવે ત્યારે રિંકુ સિંહ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને 4 મેચમાં 6 છગ્ગા ફટકાર્યા છે, પરંતુ તે અફઘાનિસ્તાન સિરીઝનો ભાગ નથી. યશસ્વી જયસ્વાલ 3 મેચમાં 6 છગ્ગા સાથે પાંચમા નંબરે છે. કેએલ રાહુલ 2 મેચમાં 4 છગ્ગા સાથે બરાબર છે. હાર્દિક પંડ્યા 2 મેચમાં 4 છગ્ગા સાથે સાતમા ક્રમે છે. સૂર્યકુમાર 4 છગ્ગા સાથે સાતમા ક્રમે છે. રિષભ પંત 3 છગ્ગા સાથે આઠમા ક્રમે છે. સુરેશ રૈના 1 છગ્ગા સાથે દસમા ક્રમે છે.
અફઘાનિસ્તાન સામે સૌથી વધુ સિક્સ ફટકારનારા ખેલાડીઓ
રોહિત શર્મા- 11 સિક્સ (6 મેચ)
વિરાટ કોહલી- 9 સિક્સ (6 મેચ)
શિવમ દુબે- 7 સિક્સ (5 મેચ)
રિંકુ સિંહ- 6 સિક્સ (4 મેચ)
યશસ્વી જયસ્વાલ- 6 સિક્સ (3 મેચ)
કેએલ રાહુલ- 4 સિક્સ (2 મેચ)
હાર્દિક પંડ્યા- 4 સિક્સ (2 મેચ)
સૂર્યકુમાર યાદવ- 4 સિક્સ (3 મેચ)
રિષભ પંત- 3 સિક્સ (3 મેચ)
સુરેશ રૈના- 1 સિક્સ (2 મેચ)
આ પણ વાંચો: Team Indiaમાંથી આ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, BCCIએ કેમ લીધો મોટો નિર્ણય?