ભારતીય ટીમ હાલમાં T20 ફોર્મેટમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, અને નવા કેપ્ટન શ્રેયસ ઐયર હેઠળની શરૂઆત અપેક્ષા મુજબ રહી નથી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 7 T20 મેચ રમી છે, જેમાં 6 હારી છે, જ્યારે 1 મેચ રદ્દ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન 2 સિરીઝ હારી ગઈ હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક નવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આવું જ એક નામ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું છે, જેને 3 મેચ રમી હતી પરંતુ 1 પણ વખત પોતાની બેટિંગ કુશળતા દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે હવે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20 સિરીઝ પહેલા વૈભવ સૂર્યવંશી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે , જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેને યુવા ખેલાડીને વધુ સલાહ આપવાની જરૂર નથી.
શ્રેયસ ઐયર યુવા ખેલાડીઓનો કર્યો બચાવ
ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20I સિરીઝની હાર પછી કેપ્ટન શ્રેયસ ઐયરને સૌથી વધુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, અને કેટલાક યુવા ખેલાડીઓના પ્રદર્શન પર પણ સવાલો ઉભા થયા હતા. હવે ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝની શરૂઆતના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ ઐયરે યુવા ખેલાડીઓનો બચાવ કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે તે સંપૂર્ણપણે અપેક્ષા રાખે છે કે તેઓ તેમની ભૂલોમાંથી શીખે અને આગળ વધે.
ઈંગ્લેન્ડ સિરીઝ પછી વૈભવને સારો આરામ મળ્યો, જે દરમિયાન મને ખાતરી છે કે તેને તેની ભૂલોનું વિશ્લેષણ કર્યું અને તેને સુધારવા માટે સખત મહેનત કરી. તેથી મારે તેને વધારે સલાહ આપવાની જરૂર નથી.
ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ત્રણેય મેચ રમવાની અપેક્ષા
અત્યાર સુધી રમેલી 3 T20 ઈન્ટરનેશનલ મેચોમાં વૈભવ સૂર્યવંશીએ 14, 13 અને 15 રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વૈભવને ત્રણેય મેચ રમવાની તક મળશે, કારણ કે સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આનાથી વૈભવને કોઈપણ દબાણ વિના પોતાની રમત રમવાની પૂરતી તક મળશે. આ દરમિયાન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર માને છે કે વૈભવ માટે આ તોફાન પહેલાની શાંતિ છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?