ભારતીય કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની શરૂઆત ખાસ આશાસ્પદ ન હતી. તેને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન કમાન સંભાળી હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 2-0 થી હારી ગઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20I સિરીઝ 4-0 થી હારી ગઈ હતી. 

સતત 2 સિરીઝ હાર બાદ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ હવે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાની પહેલી સિરીઝ જીત મેળવી છે. પ્રવાસની બીજી T20Iમાં ભારતે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવીને સિરીઝમાં 2-0 ની લીડ મેળવી.

શ્રેયસ ઐયરે ઈશાન કિશન અને તિલક વર્માના વખાણમાં શું કહ્યું?

બીજી T20I જીત્યા પછી શ્રેયસ ઐયરે પ્રેઝન્ટેશન સેરેમનીમાં પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ટીમના પ્રભાવશાળી વિજયથી ખૂબ જ ખુશ છે. તેમને કહ્યું કે આ આખી ટીમનું સુસંગઠિત અને શાનદાર પ્રદર્શન હતું. બેટિંગની પ્રશંસા કરતા તેને કહ્યું કે ઈશાન કિશન અને તિલક વર્માએ સારી બેટિંગ કરી, તેમના કેટલાક શોટ સુંદર હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે 180 થી 200 નો સ્કોર સારો રહેશે, પરંતુ ટીમે 220 નો સ્કોર કર્યો, જે શાનદાર હતો. ત્યારબાદ બોલર્સે પણ તેમને ફોલો કર્યા, ચોક્કસ લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરી, અને વિરોધી ટીમ લગભગ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે

યુવા ખેલાડીઓના નીડર વલણનો ઉલ્લેખ કરતા શ્રેયસ ઐયરે કહ્યું કે રમત આ માનસિકતા સાથે રમવી જોઈએ. ભૂતકાળને ભૂલીને, વર્તમાનમાં જીવવું અને દરેક તકનો સંપૂર્ણ લાભ લેવો મહત્વપૂર્ણ છે. તેને કહ્યું કે ટીમમાં દરેકને આગળ વધવા અને શીખવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી મેચ માટે ટીમમાં ફેરફાર અંગે કેપ્ટને કહ્યું કે તેને હજુ સુધી આ અંગે કોચ સાથે વાત કરી નથી, પરંતુ પ્રિન્સ યાદવની ઈજાને કારણે આગામી T20 મેચમાં 1 કે 2 ફેરફારો જોવા મળી શકે છે.

બીજી T20માં પ્રિન્સ યાદવ થયો ઈજાગ્રસ્ત

બીજી T20 મેચમાં બોલિંગ કરતી વખતે પ્રિન્સ યાદવને હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો. આ કારણે તેને તેના સ્પેલની બીજી ઓવરમાં મેદાન છોડવું પડ્યું. આ મેચમાં પ્રિન્સે 1.2 ઓવર ફેંકી અને 10 રન આપીને 2 વિકેટ લીધી. ડેબ્યુટન્ટ યશ ઠાકુરે પણ તેની 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી. ભારત તરફથી અભિષેક શર્મા સૌથી સફળ બોલર રહ્યો, તેને 2.5 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?