વૈભવ સૂર્યવંશીને પાંચમી T20I માં રમવાની તક મળી ન હતી.ટોસ દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐયરે જાહેરાત કરી હતી કે સંજુ સેમસન ઇંગ્લેન્ડ સામેની અંતિમ T20I રમશે. તેમણે તે સમયે વૈભવ સૂર્યવંશીને બાકાત રાખવાનું સ્પષ્ટ કારણ આપ્યું ન હતું. જોકે, પાંચમી T20I પછી પ્રેસ કોન્ફરન્સમાં, ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે વૈભવ સૂર્યવંશીને બદલે સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાનું કારણ શેર કર્યું.

વૈભવની જગ્યાએ સંજુ કેમ રમ્યો?

શ્રેયસ ઐયરે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વૈભવ સૂર્યવંશીને ટીમ કોમ્બિનેશનમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે સંજુ સેમસનને તક મળી. ઐયરે કહ્યું,અમારે પરિસ્થિતિ અનુસાર શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે રમવાનો પ્રયાસ કરવો પડ્યો. અમે અભિષેક શર્મા સાથે જમણા હાથના બેટ્સમેન ઇચ્છતા હતા. તે એક મોટું કારણ હતું. ઐયરે વધુમાં ઉમેર્યું, તમે જોઈ શકો છો કે મારા સિવાય બધા ખેલાડીઓ ડાબોડી હતા. મેં પહેલા પણ કહ્યું હતું કે અમે મેચ અનુસાર શ્રેષ્ઠ સંયોજનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. સંજુ સેમસન એક શાનદાર બેટ્સમેન છે અને તેણે અમને ઘણી શ્રેણીમાં વિજય અપાવ્યો છે. આ કેટલાક કારણો છે.

https://x.com/CricketCentrl/status/2076138527499436348?s=20


પાંચમી ટી20માં સંજુ સેમસનએ કેટલા રન બનાવ્યા?

પાંચમી ટી20આઈમાં ટીમ ઈન્ડિયાને 56 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. 258 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં જ અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન, સંજુ સેમસનએ 14 બોલમાં 27 રન બનાવ્યા. તેણે સારી શરૂઆત કરી પણ તે પોતાની ઇનિંગ્સને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યો નહીં.

શું વૈભવ સૂર્યવંશી ડ્રોપ થયા બાદ ભાવુક હતો?

પાંચમી ટી20આઈ પછી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વૈભવ સૂર્યવંશી ડગઆઉટમાં બેસીને રડતો દેખાય છે. તેની આંખો ભીની હતી, અને તે ટીમ ઈન્ડિયામાંથી તેની બાદબાકીથી સ્પષ્ટપણે નિરાશ હતો. તે ઇંગ્લેન્ડ સામે 4-0થી મળેલી હારથી પણ દુઃખી હતો.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshi મેચ બાદ કેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, જુઓ Video Viral