ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી. ભારતના બેટસમેનોએ શાનદાર પ્રદર્શન કરવા છતાં મેચ જીતવાની મહેનત વ્યર્થ ગઈ.
ભારતના બેટસમેનોનું શાનદાર પ્રદર્શન
ઇંગ્લેન્ડ સામે અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી. ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને કુલ 24 બોલમાં 59 રનની તોફાની ઇનિંગ રમી પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેને સેમ કરને LBW આઉટ કર્યો હતો. ઇનિંગ્સના અંતિમ ભાગમાં શિવમ દુબેએ 200ના સ્ટ્રાઇક રેટથી 42 રન બનાવીને ટીમના સ્કોરને 189 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન (1 રન) ફરી એકવાર સસ્તો આઉટ થયો હતો, યુકેના પ્રવાસમાં તેનો ખરાબ ફોર્મ (છેલ્લા ત્રણ સ્કોર: 5, 0, 1) ચિંતાનો વિષય બન્યો છે. તે જ ઓવરમાં ઇશાન કિશન પણ સતત બીજી ઇનિંગ્સમાં રનઆઉટ થતાં ભારતે માત્ર 2 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ઇંગ્લેન્ડના ખેલાડીઓનું કમબેક
ઇંગ્લેન્ડ તરફથી લાંબા સમય પછી વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે 33 રન આપીને 3 મહત્વની વિકેટો (સંજુ સેમસન, શ્રેયસ ઐયર અને તિલક વર્મા) ઝડપી હતી. ડાબા ઘૂંટણની સર્જરી અને લાંબા આરામ બાદ સાકિબ મહમૂદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. આ ઇજાના કારણે તે આયર્લેન્ડ પ્રવાસ, SA20 અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. જોકે, ECB એ તેના પર ભરોસો રાખીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને સાકિબે આ મેચમાં સાર્થક કર્યો હતો. શરૂઆતમાં અભિષેક શર્માએ સાકિબની એક ઓવરમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તેણે શાનદાર વાપસી કરીને ઇનિંગ્સના મધ્ય અને અંતિમ ભાગમાં ભારતને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.
ભારત માટે ફરી વરસાદ બન્યો વિલન
ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેણે બીજી ઓવરમાં સંજુ સેમસન અને ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્માએ માત્ર 24 બોલમાં 59 રન બનાવ્યા. સંજુ સેમસન (૧ રન) સાકિબ મહમૂદના બોલ પર ટોમ બેન્ટનના હાથે કેચ આઉટ થયો, જ્યારે ઈશાન કિશન કોઈ રન બનાવ્યા વિના રન આઉટ થયો. ત્યાંથી, અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી નોંધાવી. સેમ કુરનએ ધીમી બોલિંગથી તેને આઉટ કર્યો. તિલક વર્મા (13) ખાસ કંઈ કરી શક્યો નહીં અને સાકિબ મહમૂદનો બોલ ઝીલી ગયો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને શિવમ દુબેએ પાંચમી વિકેટ માટે 41 રન ઉમેર્યા. શ્રેયસ ઐયરે ૪૭ બોલમાં ૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા. સાકિબ મહમૂદે શ્રેયસ ઐયરને આઉટ કરીને આ ભાગીદારી તોડી.
ભારત વિ ઇંગ્લેન્ડ (હેડ ટુ હેડ)
કુલ ટી20 મેચ: 31 મેચ
ભારત જીત્યું: ૧૮
ઇંગ્લેન્ડ જીત: ૧૨
કોઈ પરિણામ નથી: ૧
આ પણ વાંચો : Vaibhav Sooryavanshiને આયર્લેન્ડ પછી ઈંગ્લેન્ડમાં પણ ન મળી તક, જોવી પડશે લાંબો સમય રાહ