આયર્લેન્ડ સામે T20 સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે રમી રહી છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 સિરીઝ 1 જુલાઈથી શરૂ થઈ હતી. પહેલી મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઈડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
ટોસ સમયે ટીમ ઈન્ડિયાના ફેન્સને નિરાશાજનક સમાચાર મળ્યા. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આ વખતે ડેબ્યૂ કરવાની તક નકારી કાઢવામાં આવી હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
વૈભવ સૂર્યવંશીને મળી નથી તક
15 વર્ષના વૈભવ સૂર્યવંશીની રાહ વધુ લાંબી થઈ રહી છે. કેપ્ટન શ્રેયસ ઐયર અને હેડ કોચ ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ માટે બેટિંગ ક્રમમાં ફેરફાર ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. સંજુ સેમસન અને ઈશાન કિશન સતત 3 ઈનિંગમાં નિષ્ફળ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ વૈભવ સૂર્યવંશીને વહેલા ડેબ્યૂ કરવાની માગ કરી રહ્યા છે.
વૈભવ સૂર્યવંશી છેલ્લા 18 મહિનાથી જ્યાં પણ રમ્યો છે ત્યાં રન બનાવનાર ખેલાડી રહ્યો છે. ક્રિકેટ નિષ્ણાંતો અને ફેન્સ બંને ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા તેના પ્રભાવશાળી ફોર્મનો સંપૂર્ણ લાભ લે, જેથી ટીમને મજબૂત શરૂઆત મળે. પરંતુ સંજુ સેમસનની સતત 3 મેચમાં નિષ્ફળતા બાદ મેનેજમેન્ટ હવે વૈભવને ઈંગ્લેન્ડ સામેની બીજી T20Iમાં તક આપી શકે છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, લ્યુક વુડ.
આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર
ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસની નિરાશાને પાછળ છોડીને જીતની દિશામાં પાછા ફરવાનો પ્રયાસ કરશે અને ઈંગ્લેન્ડમાં મજબૂત પ્રદર્શન કરશે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ આવી ત્યારથી ફેન્સ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. પહેલી મેચ માટે પ્લેઈંગ ઈલેવન જાહેર થયા પછી રાહ વધુ વધી ગઈ છે.
આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને બે મેચની T20I સિરીઝમાં 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન વિશ્વ ચેમ્પિયન હોવા છતાં ભારત તે સિરીઝમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ યજમાન ટીમે બંને મેચમાં ઉત્તમ પ્રદર્શન કરીને ભારતીય ટીમને આશ્ચર્યચકિત કરી દીધી હતી. હવે બધાની નજર તેના પર રહેશે કે શું ભારતીય ટીમ આયર્લેન્ડમાં થયેલી હારમાંથી શીખી શકે છે અને ઈંગ્લેન્ડ સામે મજબૂત વાપસી કરી શકે છે. 5 મેચની આ T20I સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા