ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝની ચોથી મેચ શુક્રવાર, 30 ઓક્ટોબરના રોજ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની ત્રણેય મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. હવે ભારતીય ટીમની નજર બાકીની 2 મેચ જીતીને ક્લીન સ્વીપ કરવા પર છે. જોકે, આગામી મેચ પહેલાં સૌથી મોટો સવાલ પ્લેઇંગ-11ને લઈને ઊભો થયો છે. ઈજાના કારણે છેલ્લી 2 મેચમાંથી બહાર રહેલો ઈશાન કિશન જો ફિટ થઈને વાપસી કરે, તો કોનું પત્તું કપાશે? પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ અંગે પોતાની સ્પષ્ટ રાય આપી છે.
અશ્વિને વૈભવને બહાર કરવાની કેમ કરી વાત?
સિરીઝની ચોથી મેચ પહેલાં રવિચંદ્રન અશ્વિને સૂચવ્યું છે કે જો ઈશાન કિશન ટીમમાં પાછો ફરે, તો 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માંથી બહાર રાખવો જોઈએ અને સંજુ સેમસનને ફરી ઓપનિંગની જવાબદારી સોંપવી જોઈએ. અશ્વિનના મતે, સંજુ સેમસનને નંબર 3 પર રમવાનો અનુભવ છે, પરંતુ ઈશાનની વાપસી થાય તો સંજુએ પોતાની ઓપનિંગની ભૂમિકામાં પાછા ફરવું જોઈએ. ઈશાન પ્રથમ T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે પછીની 2 મેચ રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં વૈભવને તક મળી હતી. વૈભવે એક મેચમાં 4 રન કર્યા હતા, જ્યારે બીજી મેચમાં માત્ર 19 બોલમાં 45 રન ફટકારીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
