અમદાવાદમાં કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નો રોમાંચ ચાલી રહ્યો છે. 23 ઓક્ટોબરથી શરૂ થયેલી આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 31 ઓક્ટોબર સુધી રમાશે. ભારતને આ સ્પર્ધામાં પુરુષો અને મહિલાઓ બંને વિભાગમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ટૂર્નામેન્ટમાં પુરુષોની 13 અને મહિલાઓની 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ મેચો અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. ભારતે પુરુષોની સ્પર્ધામાં શરૂઆતથી જ સારો દેખાવ કર્યો છે. 

https://x.com/anandmahindra/status/2114977826348863617?a=wKOkmBc_sG6jqNW49ss&s=20

ટૂર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે?

પુરુષોના વિભાગમાં ભારત, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, યુગાન્ડા, શ્રીલંકા, કેન્યા, કેનેડા, સ્કોટલેન્ડ, સિંગાપોર, તાન્ઝાનિયા, નાઇજીરિયા, ઑસ્ટ્રેલિયા અને મલેશિયાની ટીમો સામેલ છે. 

મહિલાઓના વિભાગમાં ભારત, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, સ્કોટલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને નાઇજીરિયા ભાગ લઈ રહ્યાં છે. શરૂઆતમાં પાકિસ્તાન સહિત 14 દેશોની ભાગીદારીની જાહેરાત થઈ હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે પાકિસ્તાને ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું હતું.

પુરુષોની સ્પર્ધામાં ભારતનો અત્યાર સુધીનો દેખાવ

• 23 ઓક્ટોબર: ભારતે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું.

• 24 ઓક્ટોબર: ભારતે યુગાન્ડાને 44-30થી હરાવ્યું.

• 25 ઓક્ટોબર: ભારતે મલેશિયાને 37-23થી હરાવ્યું.

• 26 ઓક્ટોબર: ભારતે નાઇજીરિયાને 50-23થી હરાવ્યું.

આ પરિણામો બાદ ભારતીય ટીમ ગ્રુપ Aમાં મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. શ્રીલંકા અને ભારત વચ્ચે ગ્રુપમાં ટોચના સ્થાન માટે સ્પર્ધા જોવા મળી હતી.

પુરુષોની સ્પર્ધાનું શેડ્યૂલ

29 ઓક્ટોબર, ગુરુવાર

• ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાન્ઝાનિયા — બપોરે 3:00 વાગ્યે

• બાંગ્લાદેશ વિરુદ્ધ સ્કોટલેન્ડ — સાંજે 4:00 વાગ્યે

• મલેશિયા વિરુદ્ધ યુગાન્ડા — સાંજે 6:00 વાગ્યે

• કેનેડા વિરુદ્ધ સિંગાપોર — સાંજે 7:00 વાગ્યે

• ભારત વિરુદ્ધ શ્રીલંકા — રાત્રે 8:30 વાગ્યે

• કેન્યા વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા — રાત્રે 9:30 વાગ્યે

30 ઓક્ટોબર, શુક્રવાર

• સેમિફાઇનલ 1 — રાત્રે 8:30 વાગ્યે

• સેમિફાઇનલ 2 — રાત્રે 9:30 વાગ્યે

31 ઓક્ટોબર, શનિવાર

• ફાઇનલ — રાત્રે 9:00 વાગ્યે

મહિલાઓની સ્પર્ધાનું શેડ્યૂલ

30 ઓક્ટોબર, શુક્રવાર

• સેમિફાઇનલ 1 — સાંજે 6:00 વાગ્યે

• સેમિફાઇનલ 2 — સાંજે 6:45 વાગ્યે

31 ઓક્ટોબર, શનિવાર

• ફાઇનલ — સાંજે 7:30 વાગ્યે

મહિલાઓની સ્પર્ધામાં ભારતે શરૂઆતની મેચોમાં સારો દેખાવ કર્યો હતો. ભારતે મલેશિયાને 73-13થી, સિંગાપોરને 32-16થી, યુગાન્ડાને 41-18થી અને નાઇજીરિયાને 38-10થી હરાવ્યું હતું.

કબડ્ડી મેચોનું લાઇવ પ્રસારણ ક્યાં જોશો?

ભારતમાં કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું ટીવી પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થઈ રહ્યું છે. ઑનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar પર ઉપલબ્ધ છે. સ્ટાર સ્પોર્ટ્સની સત્તાવાર YouTube ચેનલ પર પણ મેચોનું પ્રસારણ જોઈ શકાય છે. હવે ટૂર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. 30 ઓક્ટોબરે બંને વિભાગની સેમિફાઇનલ રમાશે અને 31 ઓક્ટોબરે ફાઇનલ સાથે ચેમ્પિયનશિપનો અંત આવશે.

આ પણ વાંચો: Khelo India: રમતગમતનાં સાધનો ભારતમાં જ બનશે, કેબિનેટે ₹1,856 કરોડની યોજનાને આપી મંજૂરી