ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે 10 જુલાઈના રોજ વિમ્બલ્ડન 2026 સેમીફાઈનલ મેચમાં હાજરી આપી હતી. તેને સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝની બેટિંગની સરખામણી પોતાની બેટિંગ સાથે કરી હતી.
શુભમન ગિલે જણાવ્યું હતું કે અલ્કારાઝની રમત તેના પોતાની બેટિંગનું પ્રતિબિંબ કરે છે. શુભમન ગિલે ઉમેર્યું હતું કે અલ્કારાઝ જે રીતે ટેનિસ "ડ્રોપ શોટ" રમે છે તે ક્રિકેટમાં તેના પ્રિય "શોર્ટ-આર્મ" શોટ જેવું જ છે, અને બંને શોટ ખૂબ અસરકારક છે.
કાર્લોસ અલ્કારાઝના ડ્રોપ શોટ પર ગિલનું મોટું નિવેદન
શુભમન ગિલે જિયો હોટસ્ટાર દ્વારા ટાંકવામાં આવેલા રિપોર્ટ મુજબ કહ્યું કે ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝનો 'ડ્રોપ શોટ' તેમને ક્રિકેટમાં તેમના મનપસંદ 'શોર્ટ-આર્મ જેબ' શોટની યાદ અપાવે છે, કારણ કે બંને શોટ વિરોધીઓને અચાનક પકડવામાં ખૂબ અસરકારક છે. વધુમાં શુભમન ગિલે તેના ડ્રીમ ડીનરની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તે ટેનિસ દિગ્ગજો રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ, ક્રિકેટના મહાન ખેલાડીઓ સચિન તેંડુલકર અને વિવિયન રિચાર્ડ્સને એકસાથે આમંત્રિત કરવા માગે છે. તેમનું માનવું છે કે આ ચાર દિગ્ગજો સાથે વાત કરવી એક મહાન અનુભવ હશે, જેમણે પોતપોતાના યુગમાં રમત પર રાજ કર્યું હતું, તેમના અનુભવો અને સફર વિશે વાત કરવી એક મહાન અનુભવ હશે.
શુભમન ગિલે યાનિક સિનર વિશે શું કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે આ વર્ષે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ જીતવા માટે યાનિક સિનરને પોતાનો ફેવરિટ ખેલાડી ગણાવ્યો છે. શુભમન ગિલે સિનરની પ્રશંસા કરતા કહ્યું કે તે ખૂબ જ સારા વર્તન સાથે એક શાનદાર ખેલાડી છે. તેને રોજર ફેડરરને પણ પોતાનો પ્રિય ખેલાડી ગણાવ્યો. તેને કહ્યું કે બાળપણમાં લોકો ફેડરરની રમત ખૂબ જ સરળ માનતા હતા, પરંતુ એક ખેલાડી તરીકે, તે પોતે જાણે છે કે રમતને આટલી સરળ અને સુંદર બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે.
શુભમન ગિલ ડબલ્સ મેચમાં કાર્લોસ અલ્કારાઝ સાથે જોડી બનાવવા માગે છે
આ વાતચીત દરમિયાન જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે તે ટેનિસ ડબલ્સ મેચમાં કયા ખેલાડી સાથે જોડી બનાવવા માગે છે, ત્યારે તેને કાર્લોસ અલ્કારાઝનું નામ લીધું. શુભમન ગિલે કહ્યું કે અલ્કારાઝ કોર્ટ પર તેની રમતનો ખૂબ આનંદ માણે છે, તેથી તેની સાથે જોડી બનાવવામાં મજા આવશે.
તેને એ પણ સ્વીકાર્યું કે જ્યારે તે ટેનિસની રમતને ખૂબ ઊંડાણપૂર્વક સમજી શકતો નથી, તો તેને વિશ્વાસ છે કે તે મેચમાં સારું યોગદાન આપી શકશે, જે તેને ખૂબ જ રોમાંચક બનાવશે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?