ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 9 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, ભારતીય બોલરો આ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 18.3 ઓવરમાં 252 રન બનાવીને શાનદાર જીત મેળવી હતી.આ હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારતીય બોલરોના પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હાર માટે બેટર્સને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે ટીમે પૂરતા રન બનાવ્યા હતા.
બોલિંગ કોચને પૂછો કે બોલરો પાસેથી શું અપેક્ષા હતી'
મેચની ચર્ચા દરમિયાન સુનીલ ગાવસ્કરે ભારતીય બોલિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો કે બોલિંગ કોચે બોલરોને જે યોજના આપી હતી, તેનો મેદાન પર યોગ્ય રીતે અમલ થયો હતો કે નહીં. ગાવસ્કરે આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા
રાંચીમાં ભારતીય બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. અક્ષર પટેલે 3.3 ઓવરમાં 63 રન આપ્યા હતા અને તેમને એક પણ વિકેટ મળી નહોતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ, મયંક યાદવે 3 ઓવરમાં 3 વિકેટ મેળવીને ભારતને મેચમાં વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોંઘી બોલિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ જાળવી શકાયું નહોતું.249 રનનો મોટો સ્કોર હોવા છતાં ભારતીય બોલરો વેસ્ટ ઈન્ડિઝના બેટર્સને રોકી શક્યા નહોતા. આ પ્રદર્શનને કારણે ટીમની બોલિંગ રણનીતિ અંગે ચર્ચા શરૂ થઈ છે.
શિવમ દુબેને બોલિંગ આપવા પર પણ સવાલ ઉઠાવ્યો
ગાવસ્કરે મેચના મહત્વના તબક્કે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવી હતી અને એક સમયે 58 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. તે સમયે ભારત પાસે વિરોધી ટીમ પર દબાણ વધારવાની સારી તક હતી.પરંતુ ગાવસ્કરના મતે, સાતમી ઓવરમાં શિવમ દુબેને બોલિંગ સોંપવાનો નિર્ણય યોગ્ય નહોતો. તેમણે સૂચવ્યું કે તે સમયે અર્શદીપ સિંહ પાસે બોલિંગ ચાલુ રાખાવી હોત તો વેસ્ટ ઈન્ડિઝના બેટર્સને સ્થિર થવાની તક ઓછી મળી શકી હોત.આ પછી શાઈ હોપ અને શેફેન રધરફોર્ડે શાનદાર બેટિંગ કરીને મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી હતી.હોપે અણનમ 102 રન બનાવ્યા હતા, જ્યારે રધરફોર્ડે 84 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.ભારતની આ હાર બાદ હવે ટીમ મેનેજમેન્ટે બોલિંગની યોજનામાં કયા ફેરફારો કરવા જોઈએ તે અંગે ચર્ચા ચાલી રહી છે.પાંચ મેચની શ્રેણીમાં વાપસી કરવા માટે ભારતીય ટીમે આગામી મેચમાં બોલિંગ અને રણનીતિ બંનેમાં સુધારો કરવો પડશે.
આ પણ વાંચો - Abhishek Sharmaએ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે આ સિદ્ધિ મેળવનારા 7મો ભારતીય બન્યો