છેલ્લા કેટલાક દિવસો વર્લ્ડ T20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે ખાસ કરીને મુશ્કેલ રહ્યા છે. કેપ્ટન બદલાયા બાદ ટીમ અચાનક ડગમગી ગઈ, સતત બે T20 સીરિઝ હારી ગઈ. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને પહેલા આયર્લેન્ડ સામે આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો અને પછી ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ થયો. સાથે જ ટીમ ઈન્ડિયાએ નંબર-વન રેન્કિંગ પણ ગુમાવ્યું. આ આંચકા પછી ટીમ ઈન્ડિયા હવે પાછી ટ્રેક પર આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને હરાવીને ન માત્ર સીરિઝ જીતી, પણ નંબર વન રેન્કિંગ પણ પાછું મેળવ્યું.

ટીમ ઈન્ડિયાની જીત, સીરિઝમાં 2-0ની લીડ

ટીમ ઈન્ડિયાએ 25 જુલાઈ, શનિવારના રોજ હરારેમાં આ સફળતા મેળવી હતી. ઝિમ્બાબ્વે સામેની T20 સીરિઝની બીજી મેચમાં, ભારતીય ટીમે 90 રનથી વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 219 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. ત્યારબાદ, ભારતે ઝિમ્બાબ્વેને ફક્ત 129 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી હતી. ત્રણ મેચની સીરિઝમાં આ ભારતનો સતત બીજો વિજય હતો, અને તેઓએ 2-0થી લીડ મેળવી હતી.

https://x.com/ImTanujSingh/status/2081186566140297567?s=20


ICC T20 રેન્કિંગમાં નંબર વન ટીમ બની

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનો આ પહેલો શ્રેણી વિજય છે, અને તેના કારણે તેઓ ફરી એકવાર ICC T20 રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગયા છે. માત્ર 14 દિવસ પહેલા, 11 જુલાઈના રોજ, ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની 5મી T20I હારીને નંબર વનનું સ્થાન ગુમાવ્યું હતું. ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા પાસેથી આ સ્થાન છીનવી લીધું હતું, પરંતુ હવે, બે અઠવાડિયામાં, ભારત ટોચના સ્થાને પાછું આવી ગયું છે. નવીનતમ રેન્કિંગ અનુસાર, બંને ટીમોના 268 પોઈન્ટ છે, પરંતુ થોડા તફાવતને કારણે, ટીમ ઈન્ડિયા બીજા સ્થાનથી પહેલા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, ઇંગ્લેન્ડ બીજા સ્થાને પાછું આવી ગયું છે.

ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર

શ્રેણી જીત્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે ક્લીન સ્વીપ પર નજર રાખશે. સીરિઝની અંતિમ મેચ 26 જુલાઈ, રવિવારના રોજ આ જ મેદાન પર રમાશે. જોકે, ટીમ ઈન્ડિયા આ મેચમાં ઓછામાં ઓછા 2-3 ફેરફારો કરી શકે છે. કેપ્ટન અય્યરે પોતે મેચ પછી સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ટીમની તાકાત ચકાસવા માટે અંતિમ મેચમાં અન્ય ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે છે.

આ પણ વાંચો - Shreyas Iyerની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ જીતી પહેલી સિરીઝ, જીત બાદ કેપ્ટને કર્યા વખાણ