ભારતીય ક્રિકેટ ટીમે 22 સપ્ટેમ્બરે જાપાન સામે રોમાંચક મુકાબલામાં 2 રને જીત મેળવીને T20I ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે ભારત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની છે. આ આંકડામાં સુપર ઓવરમાં મળેલી જીતનો પણ સમાવેશ થાય છે.ભારતે માત્ર 291 T20I મેચમાં 200 જીતનો આ આંકડો હાંસલ કર્યો છે. ભારતે T20I ક્રિકેટમાં પોતાની સફર 2006માં દક્ષિણ આફ્રિકા સામે શરૂ કરી હતી અને લગભગ 20 વર્ષમાં ટીમે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

2006માં શરૂ થઈ હતી જીતની સફર

ભારતની T20I જીતની શરૂઆત 2006માં દક્ષિણ આફ્રિકા સામે થઈ હતી. ત્યારબાદ ટીમે સતત નવા મુકામ હાંસલ કર્યા.ભારતે 2017માં શ્રીલંકાને હરાવીને T20Iમાં પોતાની 50મી જીત નોંધાવી હતી. ત્યારબાદ 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવીને ટીમે 100 જીત પૂરી કરી.2024માં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે ભારતે T20Iમાં 150 જીતનો આંકડો પાર કર્યો હતો. હવે જાપાન સામેની જીત સાથે ટીમે 200 જીતનો ઐતિહાસિક આંકડો હાંસલ કર્યો છે.

પાકિસ્તાન બીજા ક્રમે

T20I ક્રિકેટમાં સૌથી વધુ જીતના મામલે ભારત બાદ પાકિસ્તાન બીજા ક્રમે છે. પાકિસ્તાને અત્યાર સુધી 299 T20I મેચ રમી છે, જેમાં તેને 174 મેચમાં જીત મળી છે.આ યાદીમાં ન્યૂઝીલેન્ડ 137 જીત સાથે ત્રીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાએ 131 અને ઈંગ્લેન્ડે 130 T20I મેચ જીતી છે.જાપાન સામે માત્ર 2 રને રોમાંચક જીત ભારતની 200મી T20I જીત પણ ખૂબ જ રોમાંચક રહી હતી. વરસાદના કારણે મેચને માત્ર 5-5 ઓવરની કરવામાં આવી હતી.ભારતે પ્રથમ બેટિંગ કરીને 5 ઓવરમાં 32 રન બનાવ્યા હતા. ત્યારબાદ જાપાનની ટીમ જવાબમાં 30 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે મેચમાં માત્ર 2 રનથી જીત મેળવીને T20Iમાં પોતાની 200મી જીત નોંધાવી.ભારત હવે એશિયન ગેમ્સ 2026માં પોતાના અભિયાનને આગળ વધારશે.

જાપાન સામે માત્ર 2 રને રોમાંચક જીત

ભારતની 200મી T20I જીત પણ ખૂબ જ રોમાંચક રહી હતી. વરસાદના કારણે મેચને માત્ર 5-5 ઓવરની કરવામાં આવી હતી.ભારતે પ્રથમ બેટિંગ કરીને 5 ઓવરમાં 32 રન બનાવ્યા હતા. ત્યારબાદ જાપાનની ટીમ જવાબમાં 30 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે મેચમાં માત્ર 2 રનથી જીત મેળવીને T20Iમાં પોતાની 200મી જીત નોંધાવી.ભારત હવે એશિયન ગેમ્સ 2026માં પોતાના અભિયાનને આગળ વધારશે.

આ પણ વાંચો - IND vs NZ T20 સીરિઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી