ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે ભારતીય ક્રિકેટના 15 વર્ષના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના જોરદાર વખાણ કર્યા છે.શ્રીકાંતનું માનવું છે કે જો વૈભવ સૂર્યવંશી સૌથી લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા મુજબ રમશે,તો તે ટેસ્ટ ક્રિકેટમાં એક નવું જીવ આપી શકે છે.આ સાથે જ તેમણે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોને અપીલ કરી છે કે તેઓ આ નાની ઉંમરના ખેલાડીના પ્રદર્શનનું બહુ ઊંડું વિશ્લેષણ ન કરે અને તેના પર દબાણ ન બનાવે.આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના જોરે વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે.આ યુવા ખેલાડીની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના સાત મેચના પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી છે,જેની શરૂઆત 26 જૂનથી બેલફાસ્ટમાં થવાની છે.


વૈભવ સૂર્યવંશી ક્રિકેટના ભગવાનનો દીકરો છે: શ્રીકાંત

મીડિયા એજન્સી સાથે વાત કરતા શ્રીકાંતે કહ્યું,વૈભવમાં રન બનાવવાની અને મેદાન પર દબદબો રાખવાની અદભુત ઈચ્છાશક્તિ છે.જો તે T20 થી આગળ વધીને વન-ડે અને ટેસ્ટ ક્રિકેટ સુધી પહોંચશે અને ત્યાં સફળ થશે.તો ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ આખો બદલાઈ જશે.ઇન્ડિયા-એના શ્રીલંકા પ્રવાસ પર વૈભવના સામાન્ય પ્રદર્શન બાદ શ્રીકાંતે તેને સલાહ આપતા કહ્યું કે લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વગર તારી નેચરલ ગેમ પર ધ્યાન આપવું જોઈએ.તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે

શ્રીકાંતને વૈભવમાં સચિનની ઝલક દેખાય છે?

જ્યારે શ્રીકાંતને પૂછવામાં આવ્યું કે શું વૈભવમાં સચિન તેંડુલકરની ઝલક દેખાય છે? ત્યારે તેમણે સરખામણી કરવાનો ઇનકાર કરતા રોચક નિવેદન આપ્યું કે સચિન ક્રિકેટના ભગવાન છે અને વૈભવ સૂર્યવંશી ભગવાનનો દીકરો છે.સચિનની આસપાસ કોઈ પહોંચી શકે તેમ નથી,તેથી સરખામણી ન કરો.

વિરાટ કોહલી અને રોહિત શર્મા પર મોટું નિવેદન

વૈભવ ઉપરાંત શ્રીકાંતે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા વિશે પણ મહત્વની વાતો કહી.વિરાટ અંગે તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે,વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ રમવી જોઈતી હતી જેથી તેને આ ફોર્મેટમાંથી એક શાનદાર અને યાદગાર વિદાય મળી શકી હોત,પરંતુ કમનસીબે એવું ન થઈ શક્યું.વિરાટ એક અલગ જ સ્તરનો કેપ્ટન અને ખેલાડી રહ્યો છે.જ્યારે રોહિત શર્મા વિશે વાત કરતા પૂર્વ મુખ્ય પસંદગીકારે જણાવ્યું કે, રોહિત આજે પણ વિશ્વના સૌથી શ્રેષ્ઠ વન-ડે ઓપનર્સમાંથી એક છે. જો તે રન બનાવી રહ્યો હોય અને સંપૂર્ણ રીતે ફિટ હોય, તો તેણે ચોક્કસપણે 2027 ના વન-ડે વર્લ્ડ કપ રમવા જોઈએ

આ પણ વાંચો - ODI World Cup 2027 : રો-કો રમશે આગામી વર્લ્ડ કપ, પ્લેયર્સના ભવિષ્ય અંગે BCCI સચિવનું મોટું નિવેદન


  • Follow us on: