આગામી વર્ષે એટલે કે 2027માં યોજાનારા વન-ડે (ODI) વર્લ્ડ કપને લઈને ક્રિકેટ જગતમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાનારી આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ પોતાનો રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.જોકે, ભારતીય ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું ટીમના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે? હવે આ અંગે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.


BCCIના સેક્રેટરીએ શું કહ્યું 

ન્યૂઝ એજન્સી વાતચીતમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે 2027 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારીઓ સંપૂર્ણ જોશમાં ચાલી રહી છે.આ પ્લાનિંગમાં ક્રિકેટ કમિટી,પસંદગીકારો,સપોર્ટ સ્ટાફ,મુખ્ય કોચ અને સિનિયર ખેલાડીઓ સહિત તમામ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. જોકે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગેની યોજનાઓ પર સસ્પેન્સ જાળવી રાખતા તેમણે કહ્યું,અમારી પાસે એક્સપર્ટ્સની શાનદાર ટીમ છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.રોહિત અને વિરાટ જેવા સિનિયર ખેલાડીઓ અંગેનો પ્લાન ખૂબ જ ગુપ્ત અને વ્યૂહાત્મક બાબત છે.મને આ યોજનાઓ મીડિયા કે જનતા સમક્ષ જાહેર કરવાનો અધિકાર નથી.આ બધી બાબતો બોર્ડ રૂમની બંધ ચેમ્બરમાં જ રહેવી જોઈએ.


બંને દિગ્ગજ વન-ડે અને IPLમાં રમે છે

તમને જણાવી દઈએ કે રોહિત અને વિરાટ બંને ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે તેઓ માત્ર વન-ડે અને IPLમાં જ રમી રહ્યા છે.હાલની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાં રમી રહ્યો છે,જ્યાં તેણે લખનૌ વન-ડેમાં 39 બોલમાં 48 રનની આક્રમક ઇનિંગ રમી હતી.બીજી તરફ વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઇજાના કારણે આ સીરિઝમાંથી બહાર છે.જોકે ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે વિરાટ આવતા મહિને એટલે કે જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી વન-ડે સીરિઝ વાપસી કરે તેવી પૂરી સંભાવના છે.

આ પણ વાંચો - Virat Kohliના ફિટનેસ અંગે મોટી અપડેટ,આ સીરિઝમાં કરશે વાપસી !

  • Follow us on: