મેક્સિકો 2026 ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.તેમણે દક્ષિણ કોરિયાને 1-0 થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી.મેચ ગોલ રહિત રહી હતી,પરંતુ 58મી મિનિટે એક મોટો વળાંક આવ્યો.દક્ષિણ કોરિયાના ગોલકીપર કિમ સ્યુંગ-ગ્યુ અને ડિફેન્ડર લી ગી-હ્યુક વચ્ચે ટક્કર થઈ,જેના કારણે બોલ ગોલપોસ્ટની નજીક જ રહ્યો.ત્યાં હાજર મેક્સીકન ખેલાડી રોમોને ગોલ કરવાની શાનદાર તક મળી અને તેણે દોષરહિત રીતે બોલને નેટમાં નાખ્યો.રોમોનો એકમાત્ર ગોલ મેચનો અંતિમ અને નિર્ણાયક ગોલ સાબિત થયો.નોંધનીય છે કે મેક્સિકો આ વખતે પણ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે.


મેક્સિકો 2022માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું.

મેક્સિકો માટે આ એક મોટી જીત છે.2022માં તેમની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી,પરંતુ આ વખતે તેઓએ તેમના ચાહકોની સામે ઘરેલુ મેદાન પર સતત બે મેચ જીતી છે.દરમિયાન દક્ષિણ કોરિયાએ 87મી મિનિટમાં સ્કોર બરાબર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.પરંતુ મેક્સિકોના ગોલકીપર રાઉલ રેન્જલે બે શાનદાર બચાવ કરીને ખતરો ટાળ્યો.તેણે પહેલા ચો ગ્યુ-સુંગના હેડરને બ્લોક કર્યો અને પછી રીબાઉન્ડ પર યાંગ હ્યુન-જુનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.આ પછી દક્ષિણ કોરિયા પાસે ગોલ કરવાની વધુ તકો નહોતી.

મેક્સિકોએ સતત બે મેચ જીતી

આ વખતે ફિફા વર્લ્ડ કપના નિયમો થોડા અલગ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો અને આઠ શ્રેષ્ઠ ત્રીજા સ્થાને રહેલી ટીમો આગામી રાઉન્ડમાં જશે. આ વર્ષે, ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે, તેથી વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત, રાઉન્ડ ઓફ 32 (ટોચની 32 ટીમો વચ્ચેની મેચો) રમાશે. મેચોની દ્રષ્ટિએ,મેક્સિકોએ દક્ષિણ આફ્રિકા પર 2-0 થી વિજય સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે દક્ષિણ કોરિયાએ ચેક રિપબ્લિકને 2-1 થી હરાવ્યું હતું. મેક્સિકો હવે બુધવારે મેક્સિકો સિટીમાં ચેક રિપબ્લિકનો સામનો કરશે, જે ગ્રુપ સ્ટેજની તેમની અંતિમ મેચ છે.

રાઉન્ડ ઓફ 32માં પહોંચ્યા બાદ મેક્સિકોના કોચે મોટું નિવેદન આપ્યું

નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યા બાદ,મેક્સિકોના કોચ જેવિયર એગુઇરેએ કહ્યું, "અમારી ટીમ ખૂબ સારી રીતે રમી રહી છે. જોકે મેચ ખૂબ રોમાંચક નહોતી, અને દક્ષિણ કોરિયાએ અમને મુક્તપણે રમવાની ઘણી તકો આપી ન હતી, તેમ છતાં અમે તેમની ભૂલોનો લાભ ઉઠાવવામાં અને મેચ જીતવામાં સફળ રહ્યા. આ જીત સાથે, મેક્સિકોએ બે મેચમાંથી છ પોઈન્ટ મેળવ્યા છે અને તે તેના ગ્રુપ (ગ્રુપ A) માં ટોચ પર છે. મેક્સિકો હવે દક્ષિણ કોરિયાથી ત્રણ પોઈન્ટ આગળ છે અને ચેક રિપબ્લિક અને દક્ષિણ આફ્રિકાથી પાંચ પોઈન્ટ આગળ છે. અગાઉ, એટલાન્ટામાં ચેક રિપબ્લિક અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 1-1 થી ડ્રો રહી હતી.

આ પણ વાંચો - FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપમાં 68 વર્ષ પછી સર્જાયો આ અનોખો મહાસંયોગ!


  • Follow us on: