ભારતમાં સ્પોર્ટસના શોખીનો માટે અત્યારે બહુ સારો સમય છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડયા એમાં વૈભવ સૂર્યવંશી સારું પ્રદર્શન કરી રહ્યો છે. જયારે દુબઈમાં મહિલા ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર રમત રમી રહી છે. તો બીજી બાજુ ફિફા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ફૂટબોલના શોખીનો અત્યારે તેમની પસંદગીને ટીમને સપોર્ટ કરી રહ્યા છે. જો કે આ વર્ષે રમાતા ફિફા વર્લ્ડકપમાં એક અદ્ભૂત સંયોગ જોવા મળ્યો. ૧૯૫૮ પછી પહેલીવાર વર્લ્ડ કપમાં એક જ દિવસે ચારેય મુકાબલા ડ્રો થતા ફિફા ૨૦૨૬માં મોટો રેકોર્ડ નોંધાયો.


ફૂટબોલ વર્લ્ડકપના ઇતિહાસમાં અનોખી ઘટના

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના પાંચમા દિવસે ફૂટબોલના મેદાન પર એક એવો અનોખો રેકોર્ડ બન્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સત્તાવાર રીતે ૧૫ જૂનનો આ દિવસ ઓછી જાણીતી અને અંડરડોગ ટીમો માટે યાદગાર સાબિત થયો હતો. ફૂટબોલના ઇતિહાસમાં પૂરા ૬૮ વર્ષ પછી એવું બન્યું છે કે વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં એક જ દિવસે રમાયેલી તમામ ચાર મેચ ડ્રોમાં પરિણમી હોય!

સ્પેન અને ઉરુગ્વે જેવી દિગ્ગજ ટીમો ચોંકી, બધી મેચો રહી ડ્રો

૧૫ જૂનના રોજ રમાયેલા ચારેય મુકાબલાઓમાં ઓછી જાણીતી ટીમોએ દિગ્ગજોને હંફાવ્યા હતા.

  • સ્પેન વર્સિસ કેપ વર્ડે (૦-૦): પૂર્વ યુરોપિયન ચેમ્પિયન અને ૨૦૧૦ના વર્લ્ડ કપ વિજેતા સ્પેનને કેપ વર્ડે (Cape Verde) ની ટીમે પોતાની શાનદાર રક્ષણાત્મક (Defensive) રમત વડે ૦-૦ ની બરાબરી પર રોકી રાખ્યું.
  • બેલ્જિયમ વર્સિસ ઇજિપ્ત (૧-૧): બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ, પરંતુ અંતે સ્કોર ૧-૧ થી બરાબર રહ્યો.
  • સાઉદી અરેબિયા વર્સિસ ઉરુગ્વે (૧-૧): સાઉદી અરેબિયાએ ઉરુગ્વે જેવી મજબૂત ટીમને ૧-૧ થી ડ્રો પર રોકીને મોટો પલટવાર કર્યો.
  • ઈરાન વર્સિસ ન્યુઝીલેન્ડ (૨-૨): દિવસની છેલ્લી મેચ સૌથી રોમાંચક રહી. બંને ટીમોએ ૨-૨ ગોલ કરીને મેચને બરાબરી પર પૂરી કરી, જેની સાથે જ આ નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો.

૧૯૫૮ પછી ફૂટબોલમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

એક જ દિવસે ચાર મેચ ડ્રો થવાનો આ અનોખો સંયોગ અગાઉ ૧૫ જૂન, ૧૯૫૮ ના રોજ સ્વીડન વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. તે સમયે સ્વીડન-વેલ્સ (૦-૦), પશ્ચિમ જર્મની-ઉત્તરી આયર્લેન્ડ (૨-૨), પેરાગ્વે-યુગોસ્લાવિયા (૩-૩) અને ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રિયા (૨-૨) વચ્ચેની મેચો ડ્રો થઈ હતી.

કાયલિયન મ્બાપ્પેએ તોડ્યો ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ

બુધવારે રમાયેલી ગ્રુપ I ની મેચોમાં ફ્રાન્સે સેનેગલને ૩-૧ થી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ન્યુ જર્સીમાં રમાયેલી આ મેચમાં ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કાયલિયન મ્બાપ્પેએ બે શાનદાર ગોલ ફટકાર્યા હતા. આ બે ગોલની સાથે જ મ્બાપ્પે ફ્રાન્સના ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ઓલ-ટાઇમ હાઇએસ્ટ સ્કોરર બની ગયો છે. તેણે પૂર્વ સ્ટ્રાઈકર ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ફ્રાન્સ તરફથી બ્રેડલી બાર્કોલાએ પણ ૧ ગોલ કર્યો હતો, જ્યારે સેનેગલ તરફથી ઇબ્રાહિમ મ્બાએ ટીમ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.


આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ

  • Follow us on: