ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ટૂર્નામેન્ટની વચ્ચે જર્મનીની ફૂટબોલ ટીમની આસપાસ ઝેરી સાપોનો આતંક જોવા મળ્યો છે. હોટેલ અને પ્રેક્ટિસ સેન્ટર નજીક અત્યંત ઝેરી સાપ દેખાવાને કારણે જર્મન ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સભ્યોના જીવ તાળવે ચોટયા હતા. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને જર્મનીની આખી ટીમ આ ખતરામાંથી આબાદ બચી ગઈ છે.
જર્મનીની ટીમ સાપનો સામનો
મીડિયા રિપોર્ટ અનુસાર જર્મન તાલીમ શિબિરમાં દેખાતા સાપ વિશે વાત કરી.તેમણે કહ્યું જર્મનીમાં અમે ફક્ત વિરોધી સામેની વ્યૂહરચના અને અમારી શક્તિ અને નબળાઈઓની ચર્ચા કરીએ છીએ.પરંતુ અહીં આપણે ઘાસ પાછળ છુપાયેલા ભયનું પણ ધ્યાન રાખવું પડશે.જર્મન કેપ્ટને ખુલાસો કર્યો કે તેમણે તાલીમ શિબિરમાં એક સાપ જોયો હતો.તેમને કહેવામાં આવ્યું હતું કે સાપ એટલો ઝેરી હતો કે ડંખ મારવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.જર્મન કેપ્ટનના મતે જો સાપનું ઝેર જીવલેણ ન હોય, તો પણ તે ખતરનાક છે.













