જ્યારે દુનિયાને એવું લાગતું હતું કે લિયોનેલ મેસ્સી તેની કારકિર્દીના અંત તરફ આગળ વધી રહ્યો છે,ત્યારે આર્જેન્ટિનાના હીરોએ ફિફા વર્લ્ડ કપ 2026ની પહેલી જ મેચમાં એવું પ્રદર્શન કર્યું જે ફૂટબોલ ચાહકો વર્ષો સુધી યાદ રહેશે.મેસ્સીની ઐતિહાસિક હેટ્રિકને કારણે,ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0 થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી.


મેસ્સીની હેટ્રિક 

કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મેસ્સીએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું. તેણે ત્રણ શાનદાર ગોલ કર્યા, જેનાથી આર્જેન્ટિનાને માત્ર વિજય જ નહીં, પણ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ તેની વર્લ્ડ કપ કારકિર્દીની પહેલી હેટ્રિક હતી, જેમાં ઘણા મહાન ખેલાડીઓના રેકોર્ડ તોડવામાં આવ્યા. વર્લ્ડ કપ ઇતિહાસમાં આ મેસ્સીનો છઠ્ઠો ટુર્નામેન્ટ છે, જે તેને છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બનાવે છે. પરંતુ રેકોર્ડ તોડવાનો સિલસિલો ત્યાં જ અટકતો નથી.



ક્લોઝના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

હેટ્રિક સાથે, મેસ્સીએ તેના વર્લ્ડ કપ ગોલની સંખ્યા 16 કરી છે. તેણે જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝના 16 વર્લ્ડ કપ ગોલના રેકોર્ડની પણ બરાબરી કરી છે. મેસ્સી અને ક્લોઝ હવે વર્લ્ડ કપ ઇતિહાસમાં ટોચનું સ્થાન શેર કરે છે.મેસ્સી એક જ વર્લ્ડ કપ મેચમાં એકથી વધુ ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો. તેણે કેમરૂનના દિગ્ગજ રોજર મિલાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. 38 વર્ષ અને 357 દિવસની ઉંમરે હેટ્રિક કરીને, તેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ પણ તોડ્યો. રોનાલ્ડોએ 33 વર્ષ અને 130 દિવસની ઉંમરે વર્લ્ડ કપ હેટ્રિક કરી હતી, જ્યારે મેસીએ ઘણી મોટી ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.


પેલેનો રેકોર્ડ પણ તૂટ્યો

આર્જેન્ટિનાના કેપ્ટને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેણે બ્રાઝિલના દિગ્ગજ પેલેના વર્લ્ડ કપ ગોલના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. મેચ પહેલા, મેસ્સી અને પેલે બંનેના 21-21 ગોલ હતા, પરંતુ આ મેચમાં ત્રણ ગોલ કર્યા પછી, મેસ્સીનો આંકડો 24 પર પહોંચી ગયો. હવે તેના વર્લ્ડ કપમાં 16 ગોલ અને 8 આસિસ્ટ છે.

FIFA વર્લ્ડ કપ સૌથી વધુ ગોલ સ્કોર

16 ગોલ - મિરોસ્લાવ ક્લોઝ, લિયોનેલ મેસ્સી

15 ગોલ - રોનાલ્ડો (બ્રાઝિલ)

14 ગોલ - ગેર્ડ મુલર, કાયલિયન એમબાપ્પે

13 ગોલ - જસ્ટ ફોન્ટેન

12 ગોલ - પેલે

11 ગોલ - સેન્ડોર કોસિસ, જુર્ગેન ક્લિન્સમેન

10 ગોલ - હેલ્મુટ રહન, ગેબ્રિયલ બટિસ્તુતા, ગેરી લિનેકર, ટેફિલો ક્યુબિલાસ, થોમસ મુલર, ગ્રઝેગોર્ઝ લાટો

આ પણ વાંચો - FIFA World Cup 2026 : ફ્રાન્સે સેનેગલને 3-1થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યો કમાલ



  • Follow us on: