ફિફા વર્લ્ડ કપ 2026 માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. ફૂટબોલ જગતની સુપરપાવર ગણાતી પોર્ટુગલની ટીમને ગ્રૂપ સ્ટેજની સૌથી સરળ ગણાતી મેચમાં મોટો ઝટકો લાગ્યો છે. 52 વર્ષના લાંબા ગાળા પછી વર્લ્ડ કપમાં વાપસી કરી રહેલી ડીઆર કોંગો (DR Congo) ની ટીમે શાનદાર ડિફેન્સિવ રમત બતાવીને પોર્ટુગલને બરાબરી પર રોકી દીધું છે.


પોર્ટુગલનો દબદબો છતાં ગોલ માટે ફાંફા

આખી મેચ દરમિયાન પોર્ટુગલની ટીમ બીજા ગોલ માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. આંકડાની દ્રષ્ટિએ પોર્ટુગલનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું. બોલ પઝેશન: મેચના 75 ટકા સમય સુધી બોલ પોર્ટુગલના ખેલાડીઓના કબજામાં હતો. શોટ્સ ઓન ટાર્ગેટમાં દબદબો હોવા છતાં, ગોલ તરફ શોટ મારવાની બાબતમાં પોર્ટુગલની ટીમ કોંગો કરતાં પણ પાછળ રહી ગઈ હતી.

કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ખરાબ પ્રદર્શન

કોંગોની ટીમે માત્ર રક્ષણાત્મક રમત જ ન રમી, પરંતુ પોર્ટુગલ કરતાં વધુ એટેક કરીને ગોલ કરવાની સુવર્ણ તકો પણ બનાવી હતી. ટીમના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મેચમાં ભારે નિરાશ દેખાયા હતા. પોર્ટુગલના મિડફિલ્ડર્સે રોનાલ્ડો માટે ઘણી સારી તકો ઊભી કરી હતી, પરંતુ મુખ્ય સ્ટ્રાઈકર તરીકે રમી રહેલા રોનાલ્ડો એકપણ તકને ગોલમાં બદલી શક્યા નહીં.

આક્રમક શરૂઆત પછી કોંગોની જોરદાર વાપસી

મેચની શરૂઆત પોર્ટુગલ માટે ખૂબ જ ધમાકેદાર રહી હતી. 6ઠ્ઠી મિનિટ: જોઆઓ નેવેસે શાનદાર હેડર વડે ગોલ કરીને પોર્ટુગલને 1-0 ની લીડ અપાવી દીધી હતી. શરૂઆતી પ્રભુત્વ: આ ગોલ પછી એવું લાગતું હતું કે પોર્ટુગલ અન્ય મોટી ટીમોની જેમ કોંગો પર ગોલનો વરસાદ કરી દેશે, પરંતુ કોંગોએ ત્યારબાદ વળતો પ્રહાર કર્યો. 45+5મી મિનિટ: પહેલા હાફના એક્સ્ટ્રા ટાઈમમાં કોંગોના યોએન વિસાએ એક પાવરફુલ હેડર મારીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો.

યોએન વિસાનો કમાલ અને પોર્ટુગલનું ફ્લોપ ડિફેન્સ

એક તરફ જ્યાં યોએન વિસાના આ શાનદાર ગોલના વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ પોર્ટુગલના નબળા ડિફેન્સની આકરી ટીકા થઈ રહી છે. મેદાન પરના સૌથી નાના કદના ખેલાડીઓમાંથી એક એવા વિસાને રોકવા માટે પોર્ટુગલનો કોઈ ડિફેન્ડર ત્યાં હાજર નહોતો. આખી ડિફેન્સ લાઇન તેને કોર્નર પર એકલો મૂકીને આગળ નીકળી ગઈ હતી, જેનો વિસાએ પૂરો ફાયદો ઉઠાવ્યો.

ગ્રૂપ ટેબલમાં મોટો ઉલટફેર

મેચના અંત સુધી પોર્ટુગલે જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું પરંતુ તેઓ બીજો ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. આ ઐતિહાસિક ડ્રો સાથે, કોંગોની ટીમે પોર્ટુગલ અને કોલંબિયા જેવા દિગ્ગજો ધરાવતા આ ગ્રૂપમાં અસ્થાયી રૂપે ટોચનું સ્થાન (Top Spot) મેળવી લીધું છે.


આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ

  • Follow us on: