ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સમયગાળો ખૂબ વ્યસ્ત રહેવાનો છે.ટીમ ઈન્ડિયાએ 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સીરિઝ રમવાની છે.ત્યારબાદ ભારતની ટીમ જાપાન સામે એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.આ ઉપરાંત એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમ એક્શનમાં જોવા મળશે.આ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ પણ શરૂ થવાની છે.

કમલેશ જૈને આપ્યું  રાજીનામું ?

આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા સ્ટાફને લઈને એક મોટી માહિતી સામે આવી છે.ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો કમલેશ જૈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.મીડિયા રિપોર્ટ અનુસાર પ્રમાણે કમલેશ જૈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જોકે, બોર્ડે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.હાલ કમલેશ જૈન 3 મહિનાના નોટિસ પિરિયડ પર છે અને ટીમ સાથે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં તેઓ નવી દિલ્હીમાં ભારતીય ટીમ સાથે છે. અહીં ટીમ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીની તૈયારી કરી રહી છે.

https://x.com/kushansarkar/status/2098018835362394118?s=20


ન્યૂઝીલેન્ડ સીરિઝ બની શકે છે અંતિમ મેચ

હાલની સ્થિતિને જોતા ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ કમલેશ જૈનનું ટીમ ઈન્ડિયા સાથેનું છેલ્લું કામ બની શકે છે.આ સીરિઝ ડિસેમ્બરની શરૂઆતમાં પૂરી થવાની છે.જોકે BCCI ઇચ્છે તો તે પહેલાં પણ તેમને જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે.કમલેશ જૈને ટીમ ઈન્ડિયા સાથે લગભગ સાડા 4 વર્ષ સુધી કામ કર્યું છે.તેમના રાજીનામા પાછળ સતત થતી મુસાફરીને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.અહેવાલ પ્રમાણે કમલેશ જૈન હવે પોતાના પરિવાર અને ખાસ કરીને પોતાની નાની ઉંમરના પરિવારજનો સાથે વધુ સમય પસાર કરવા માંગે છે.ટીમ અને BCCI સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે કમલેશ જૈને ભારતીય ટીમ સાથેના પોતાના કાર્યકાળનો આનંદ લીધો હતો, પરંતુ પારિવારિક જવાબદારીઓને કારણે સતત પ્રવાસ કરવાનું તેમના માટે મુશ્કેલ બની રહ્યું હતું.તેથી હવે તેઓ પ્રવાસ આધારિત જવાબદારીમાંથી બહાર આવવા માંગે છે.

KKR સાથે પણ જોડાયેલા હતા

ચેન્નાઈના રહેવાસી કમલેશ જૈન જૂન 2022માં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં જોડાયા હતા. તેમણે નીતિન પટેલનું સ્થાન લીધું હતું. તે સમયે નીતિન પટેલ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ સાથે જોડાયા હતા.ટીમ ઈન્ડિયા સાથે જોડાતા પહેલાં કમલેશ જૈન Kolkata Knight Riders સાથે પણ કામ કરી ચૂક્યા હતા. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન BCCIએ તેમને ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા.

ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સતત ફેરફાર

કમલેશ જૈનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં છેલ્લા કેટલાક સમયથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે.લાંબા સમય સુધી ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ રહેલા ટી.દિલીપ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમથી અલગ થઈ ગયા હતા.આ ઉપરાંત આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે પણ ભારતીય ટીમનો સાથ છોડી દીધો હતો. હવે કમલેશ જૈનના રાજીનામા બાદ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં વધુ એક મહત્વનો ફેરફાર થવાની શક્યતા છે.જોકે,BCCI તેમના રાજીનામા અંગે અંતિમ નિર્ણય ક્યારે લે છે અને તેમના સ્થાને કોની નિમણૂક થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો -Kuldeep Yadavએ 10 વિકેટ લઈને મચાવી ધૂમ, ગૌતમ ગંભીરને આપી ચેતવણી?